News of Friday, 2nd August 2024
ઓરો મેં કહાં દમ થા...અજયની તબ્બુની ફિલ્મ આજથી રિલીઝ

અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ ઓૈરો મેં કહાં દમ થા આજથી રિલીઝ થઇ છે. નિરજ પાંડે નિર્દેશીત આ ફિલ્મમાં જીમી શેરગીલ, શાંતનુ મહેશ્વરી અને સઇ માંજરેકર પણ મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મનો એક વિડીયો જાહેર થયો હતો જેમાં અજય દેવગણ શાયરી બોલતો જોવા મળ્યો હતો.
આ શાયરી આ ફિલ્મની આત્મા હોવાનું કહેવાય છે. દર્શકો પણ આ સાંભળીને પ્રેમ અને તડપનો અહેસાસ કરી શકે છે. આ ફિલ્મમાં કૃષ્ણ અને વાસુધાના જીવનની પ્રેમકહાની છે. જે અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે અને પછી અલગ થઇ જાય છે. કૃષ્ણને હત્યાના ગુનામાં જેલમાં જવુ પડ છે. બાવીસ વર્ષ પછી તે બહાર આવે છે પછી તે વાસુધાને મળી શકે છે કે કેમ? તે કહાની છે. આજથી આ ફિલ્મ રિલીઝ થઇ ચુકી છે.
(10:09 AM IST)
