News of Friday, 2nd August 2024
રાણા નાયડુની બીજી સીઝનનું શુટીંગ શરૂ

વેબ શો રાણા નાયડુને ગયા વર્ષે દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો. હવે રાણા નાયડુની બીજી સીઝન આવી રહી છે. ાણા દગ્ગુબાતી, વેંકટેશ દગ્ગુબાતી સહિતના કલાકારોના આકર્ષક અને પ્રભાવશાળી લૂક તથા અભિનય સાથે એક્શનનો ડોઝ દર્શકોને જકડી રાખે છે.
હવે અર્જુન રામપાલની પણ એન્ટ્રી થઇ છે. આ શો સુંદર આરોન અને લોકોમોટિવ ગ્લોબલ દ્વારા નિર્મીત છે અને તેનું નિર્દેશન કરણ અંશુમાન, સુપર્ણ એસ. વર્મા તથા અભય ચોપડાએ સાથે મળીને કર્યુ છે. આ ક્રાઇમ ડ્રામા સિરીઝ નેટફીલક્સ પર સ્ટ્રીમ થવાની છે. સાથે સુરવીન ચાવલા, સુશાંત સિંહ, અભિષેક બેનર્જી, ગોૈરવ ચોપડા, આશિષ વિદ્યાર્થી, સુચિત્રા પિલ્લઇ સહિતની ભુમિકા છે. શુટીંગ ધમધોકાર ચાલી રહ્યું છે બહુ જલ્દી દર્શકો ધમાકેદાર એક્શન નિહાળી શકશે.
(10:09 AM IST)
