<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 2nd August 2024

સિટાડેલ હની બન્નીના ટીઝર રિલીઝ : આ દિવસે OTT પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ : જુઓ વિડિયો

મુંબઈ: વરુણ ધવન અને દક્ષિણ ભારતીય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની એક્શનથી ભરપૂર વેબ સિરીઝ 'સિટાડેલ હની બન્ની' ઘણા દિવસોથી હેડલાઇન્સમાં હતી. તેનું ટીઝર આજે ગુરુવારે (1લી ઓગસ્ટ) રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. આમાં વરુણ એક્શન મોડમાં જોવા મળે છે અને બંદૂકથી અંધાધૂંધ ફાયરિંગ કરે છે. તેના ઇન્ટિન્સ લુક માટે ફેન્સ ક્રેઝી થઇ રહ્યા છે.સામંથા એક ગુપ્તચર જાસૂસ તરીકે ઘણા રહસ્યો છુપાવતી જોવા મળે છે. સિરીઝના આ 1 મિનિટ 33 સેકન્ડના ટીઝરમાં બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે 'રાત બાકી' ગીત પણ વાતાવરણને સેટ કરી રહ્યું છે. મેકર્સ દ્વારા સિરીઝની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ શ્રેણી 7 નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે.તેમાં કેકે મેનન, સિમરન, સાકિબ સલીમ, સિકંદર ખેર, સોહમ મજુમદાર, શિવંકિત પરિહાર અને કાશવી મજમુંદર પણ મહત્વની ભૂમિકામાં છે. આ બધા ટીઝરમાં દેખાઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા જ વરુણ અને સામંથાએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર સીરિઝનું પોસ્ટર રિલીઝ કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ 1લી ઓગસ્ટે કંઈક સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છે.

(5:13 PM IST)