<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 5th August 2024

'હમ આપકે હૈ કૌન...' ફિલ્મ 30 વર્ષ પહેલા થઈ હતી રિલીઝ : ટિકિટ કાળા કરનારે નફાથી ખરીદ્યા હતા 2 ફ્લેટ: જુઓ વિડિઓ

ફિલ્મ હમ આપકે હૈ કૌન 5 ઓગસ્ટ 1994ના રોજ રિલીઝ થઈ અને તેને 30 વર્ષ પૂરા થયા:. સૂરજ બડજાત્યા દ્વારા દિગ્દર્શિત આ પારિવારિક ફિલ્મ ભારતીય સિનેમામાં રૂ. 100 કરોડનો બિઝનેસ કરનાર પ્રથમ ફિલ્મ બનીને ઈતિહાસ રચ્યો હતો

મુંબઈ :સલમાન ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ હમ આપકે હૈ કૌન 5 ઓગસ્ટ 1994ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે 30 વર્ષ પૂરા કર્યા છે. આ ફિલ્મનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યું હતું. આ ફેમિલી ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસની પહેલી ફિલ્મ છે, જેણે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો

  સલમાન ખાને રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ મૈંને પ્યાર કિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ 1989માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હિટ થતાં જ સલમાન ખાન બોલિવૂડમાં હીરો તરીકે સ્થાપિત થઈ ગયો. તે પછી સૂરજ બડજાત્યાએ તેને હમ આપકે હૈ કૌન માટે સાઈન કર્યો. 

   શ્રીદેવીને તેની સામે નિશાના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે તેના વ્યસ્ત શેડ્યૂલને કારણે આ ફિલ્મ કરી શકી નહોતી. જે બાદ આ રોલ માટે માધુરી દીક્ષિતની પસંદગી કરવામાં આવી હતી. માધુરીએ આ ફિલ્મ માટે 2 કરોડ 75 લાખ રૂપિયા લઈને બધાને ચોંકાવી દીધા હતા.

   ફિલ્મની 25મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન સૂરજ બડજાત્યાએ જણાવ્યું હતું કે આખા વર્ષની ટિકિટો ફિલ્મની એડવાન્સ બુકિંગમાં વેચાઈ હતી. જે બાદ ચાલુ બુકિંગ વિન્ડો આખા વર્ષ માટે બંધ રાખવામાં આવી હતી

  તેણે ટિકિટ બ્લેક કરનાર વ્યક્તિની સ્ટોરી પણ શેર કરી. તેણે કહ્યું હતું કે ફિલ્મને લઈને ટિકિટ માટે ઘણી હરીફાઈ હતી. આવી સ્થિતિમાં ટિકિટ બ્લેક કરનાર વ્યક્તિએ તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. તેણે ટિકિટ બ્લેક કરીને પોતાના નફાથી બે ફ્લેટ ખરીદ્યા હતા.

(11:26 PM IST)