KBC સીઝન ૧૬નાં એક એપિસોડ માટે બીગ બી ચાર્જ કરી રહ્યા છે ૫ કરોડ
૨૦૦૦ની સાલમાં ૧ એપિસોડ માટે લેતા'તા ૨૫ લાખ

મુંબઇ, તા.૧૪: અમિતાભ બચ્ચન છેલ્લા ૨૪ વર્ષથી ‘કૌન બનેગા કરોડપતિ' હોસ્ટ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૦માં જ્યારે ‘કૌન બનેગા કરોડપતિ'ની શરૂઆત થઈ ત્યારે તે સુપરડુપર હિટ સાબિત થઈ હતી. તે સમયે અમિતાભ બચ્ચન 'KBC'ના એક એપિસોડને હોસ્ટ કરવા માટે ૨૫ લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. જેમ જેમ સિઝન આગળ વધતી ગઈ તેમ તેમ અમિતાભ બચ્ચનની ફી પણ વધતી ગઈ.
મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચનની ફી ચોથી સિઝન સુધીમાં બમણી થઈ ગઈ છે. તેણે 'KBC 4' હોસ્ટ કરવા માટે ૫૦ લાખ રૂપિયા લેવાનું શરૂ કર્યું. KBCની વ્યુઅરશિપ વધવા લાગી અને છઠ્ઠી સિઝન સુધીમાં અમિતાભ બચ્ચનની ફી ૧.૫ કરોડ રૂપિયા થઈ ગઈ. આઠમી સીઝન દરમિયાન, તેની ફી વધીને પ્રતિ એપિસોડ ૨ કરોડ રૂપિયા થઈ ગઈ. KBC 16 માટે આટલા કરોડ રૂપિયા ચાર્જ જ્યારે નવમી સિઝન ટેલિકાસ્ટ થઈ ત્યારે અમિતાભ બચ્ચને તેની ફી વધારીને ૨.૬ કરોડ રૂપિયા કરી દીધી. દસમી સિઝનમાં, અમિતાભ બચ્ચને એપિસોડ દીઠ ૩ કરોડ રૂપિયાની કમાણી કરી અને શોને સફળ બનાવ્યો. આ પછી, અગિયારમીથી તેરમી સીઝન સુધી, તેણે પ્રતિ એપિસોડ ૩.૫ કરોડ રૂપિયા લીધા. હવે અમિતાભ ‘કૌન બનેગા કરોડપતિ'ની ૧૬મી સિઝન હોસ્ટ કરવા માટે રૂ. ૫ કરોડ (એપિસોડ દીઠ) લઈ રહ્યા છે.
આ છે અમિતાભ બચ્ચનની નેટવર્થ ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, જયા બચ્ચન દ્વારા ફાઈલ કરવામાં આવેલા ચૂંટણી એફિડેવિટમાં લખ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં તેમની કુલ સંપત્તિ ૧,૬૩,૫૬,૧૯૦ રૂપિયા હતી. જ્યારે તેમના પતિ અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ ૨૭૩,૭૪,૯૬,૫૯૦ રૂપિયા હતી
