News of Friday, 16th August 2024
‘સ્ત્રી-૨ ' સાથે ‘એ વેડીંગ સ્ટોરી'નું ટીઝર સિનેમાઘરોમાં થયું રિલીઝ

મુંબઇ તા. ૧૬: સુપરનેચરલ હોરર ફિલ્મ ‘એ વેડિંગ સ્ટોરી' ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર આજથી રિલીઝ થયેલી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મસ્ત્રી-૨ સાથે થિએટરોમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ‘એ વેડિંગ સ્ટોરી' એક સુખી લગ્નજીવનની વાર્તા છે, જે ટૂંક સમયમાં જ એક દુઃસ્વપ્ન બની જાય છે અને અચાનક ભયંકર ઘટનાઓ બનવા લાગે છે. આ ફિલ્મમાં મુક્તિ મોહન, વૈભવ તત્વવાદી, લક્ષવીરસિંહ સરન, મોનિકા ચૌધરી, અક્ષય આનંદ, ડૉ. પ્લોમ ખુરિના અને પીલુ વિદ્યાર્થી મુખ્ય ભૂમિકામાં છે. તે અભિષેક પારીક દ્વારા દિગ્દર્શિત, વિનય રેડ્ડી દ્વારા નિર્મિત અને શુભોશેખર ભટ્ટાચાર્ય દ્વારા લેખિત અને નિર્મિત છે. આ હોરર ફિલ્મ ૩૦મી ઓગષ્ટના રિલીઝ થશે.
(2:59 PM IST)
