<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 17th August 2024

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ 'મિસ્ટર એન્ડ મિસિસ સોઢી' ને સલમાન ખાન હોસ્ટેડ રિયાલિટી શો બિગ બોસ 18 માટે ઓફર

અનેક યુઝરે પ્રતિક્રિયાઓ આપી : જો બિગ બોસ 18 માં સોઢી દેખાશે તો આ શોને સારી ટીઆરપી મળશે. અન્ય એક ફોલોઅરે લખ્યું કે આ બંનેને અત્યારે સાચેમાં પૈસાની જરૂર છે જો મેકર્સ તેમને બોલાવશે તો તેમના માટે સારી વાત

મુંબઈ તા.17 :  સલમાન ખાન હોસ્ટેડ રિયાલિટી શો બિગ બોસ 18 ટુંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. મેકર્સ દ્વારા વિવિધ સેલિબ્રિટીઝને એપ્રોચ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ યાાદીમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના સોઢી અને રોશનને પણ એપ્રોચ કરવામાં આવ્યા છે. 

બિસ બોસ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા પોર્ટલે જણાવ્યું છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં સોઢીનું પાત્ર ભજવી ચુકેલા એક્ટર ગુરુચરણ સિંહ અને રોશનનું પાત્ર ભજવી ચુકેલા એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીને બિગ બોસ 18ની સિઝન માટે એપ્રોચ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી તેઓ ભાગ લેશે કે નહિ તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. 

આ પોસ્ટ પર અનેક યુઝર પ્રતિક્રિયા આપી રહ્યા છે કે જો બિગ બોસ 18 માં સોઢી દેખાશે તો આ શોને સારી ટીઆરપી મળશે. અન્ય એક ફોલોઅરે લખ્યું કે આ બંનેને અત્યારે સાચેમાં પૈસાની જરૂર છે. જો મેકર્સ તેમને બોલાવશે તો તેમના માટે સારી વાત છે. 

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુચરણસિંહ ઘરેથી ગાયબ થઈ ગયા હતા અને પાછા આવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેમની ઉપર કરોડોનું દેવું છે. તેઓ કામ શોધી રહ્યા છે.

(4:25 PM IST)