<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 18th August 2024

અક્ષય કુમારની નવી ફિલ્મ ખેલ ખેલ મેં ત્રણ દિવસમાં માત્ર ૯ કરોડના કલેક્શન સાથે પીટાઈ ગઈ: જ્યારે શ્રદ્ધા કપૂરની સ્ત્રી-૨ ફિલ્મ તમામ રેકોર્ડ તોડી રહી છે: ત્રણ દિવસમાં સવાસો કરોડનું કલેક્શન

શ્રદ્ધા કપૂરની સ્ત્રી-૨ ફિલ્મ તમામ રેકોર્ડ તોડી રહી છે અને ત્રણ દિવસમાં ૧૨૫ કરોડની કમાણી કરી છે. ત્યારે ૧૦૦ કરોડના ખર્ચે બનેલ અક્ષય કુમારની ખેલ ખેલ મેં ફિલ્મ રિલીઝ થઈ છે અને ત્રણ દિવસમાં માત્ર ૯.૧૩ કરોડના કલેક્શન સાથે પિટાઈ ગઈ છે. ગ્લોબલ કલેક્શન ૧૨ કરોડનું થયું છે. પ્રથમ દિવસે પાંચ કરોડ, બીજા દિવસે બે કરોડ અને ત્રીજા દિવસે બે કરોડનું કલેક્શન થયું છે.

ખેલ ખેલ મેં ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જાયસ્વાલ અને ફરીદખાન જેવા સીતારાઓ છે. આ ફિલ્મ મોબાઇલ અને ટેકનોલોજીને કારણે સંબંધો ઉપર પડી રહેલી અસરને દર્શાવે છે.

સ્ત્રી-૨ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ઉપરાંત પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી પોતાના અભિનયથી છવાઈ ગયા છે, જ્યારે ફિલ્મમાં વરુણ ધવન, અક્ષય કુમાર અને તમન્ના ભાટિયા વિશિષ્ટ ભૂમિકા નિભાવે છે.

(10:27 AM IST)