વિજય રાઝે કર્યો ખુલાસો, અજય દેવગનને નહોતા કહ્યું હેલ્લો, સન ઑફ સરદાર 2માંથી હટાવી દેવામાં આવ્યો

મુંબઈ: અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર 2'માંથી અભિનેતા વિજય રાજને હટાવી દેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં વિજયની જગ્યા સંજય મિશ્રાએ લીધી છે. તેનું શૂટિંગ યુકેમાં ચાલી રહ્યું છે. એક અહેવાલ મુજબ, અજય સાથે ફિલ્મનું સહ-નિર્માણ કરી રહેલા કુમાર મંગત પાઠકે કહ્યું કે વિજયને તેના વર્તન અને ગેરવાજબી માંગણીઓને કારણે હટાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ વિજયે કહ્યું કે સેટ પર અજય પર ધ્યાન ન આપવાના કારણે તેણે આ પગલું ભર્યું હતું.
પાઠકે કહ્યું કે અમે વિજયને તેના વર્તનને કારણે ફિલ્મમાંથી હટાવી દીધો છે. વિજયે મોટી રૂમ અને વેનિટી વેનની માંગણી કરી. આ સાથે તેઓએ અમારી પાસે સ્પોટ બોય માટે વધુ પૈસાની પણ માંગણી કરી હતી. વિજયના સ્પોટ બોયને દરરોજ રાત્રે 20 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે કોઈપણ મોટા અભિનેતા કરતા વધારે છે. હવે વિજયે આ આરોપોનો જવાબ આપ્યો છે. વિજયે કહ્યું કે જ્યારે હું શૂટિંગ સેટ પર પહોંચ્યો ત્યારે રવિ કિશન, ડિરેક્ટર વિજય અરોરા અને પાઠક અને અન્ય લોકો મને મળ્યા. હું વેનમાંથી બહાર આવ્યો અને અજયને લગભગ 25 મીટર દૂર ઊભો જોયો, કારણ કે તે વ્યસ્ત હતો તેથી મેં તેને હેલો ન કહ્યું અને હું મારા મિત્રો સાથે વાત કરતો રહ્યો. આ ઘટનાના 25 મિનિટ પછી પાઠક મારી પાસે આવ્યો અને કહ્યું કે અમે તમને ફિલ્મમાંથી કાઢી નાખીએ છીએ. તમને જણાવી દઈએ કે 'સન ઑફ સરદાર 2' 2012માં રિલીઝ થયેલી એક્શન કોમેડી ફિલ્મ 'સન ઑફ સરદાર'ની સિક્વલ છે.
