News of Wednesday, 21st August 2024
ધ્વની અને આશિમની ‘કહાં શુરૂ કહાં ખતમ' ૨૦મીએ આવશે સિનેમાઘરોમાં
ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું

મુંબઇ તા. ૨૧: ફિલ્મ ‘કહાં શુરૂ કહાં ખતમ'નું મોશન પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મથી પોપ સ્ટાર ધ્વની ભાનુશાલી બોલીવુડમાં પદાર્પણ કરી રહી છે અને આશિમ ગુલાટી તેની સાથે જોવા મળશે. ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને કઠપુતલી ક્રિએશન્સે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. સૌરભ દાસગુપ્તા દ્વારા દિગ્દર્શિત અને લુકાછુપ્પી તથા મીમી ફેઇમ લક્ષ્મણ ઉત્તેકર અને ઋષિ વિરમાણી દ્વારા લખાયેલી આ ફિલ્મ રમૂજ, હૃદયસ્પર્શી અને અણધાર્યા ટ્વિસ્ટનું આકર્ષક મિશ્રણ હશે. આ ફિલ્મમાં સુપ્રિયા પિલગાંવકર, રાકેશ બેદી, સોનાલી સચદેવ, રાજેશ શર્મા, અખિલેન્દ્ર મિશ્રા, ચિત્તરંજન ત્રિપાઠી, વિક્રમ કોચર, હિમાંશુ કોહલી અને વિકાસ વર્મા પણ છે. ફિલ્મ ૨૦મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે
(5:01 PM IST)
