<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 22nd August 2024

શું તારક મહેતા ઉલ્ટા ચશ્મા શોના વધુ એક કલાકારે શોને અલવિદા કર્યો? લેટેસ્ટ એપિસોડથી અટકળ શરૂ

શોમાંથી શરદ સંકલા ગાયબ !:એવું કહેવાય રહ્યું છે તેનું સ્થાન કોઈ અન્ય લઈ શકે

મુંબઈ :ટેલિવિઝનનો પ્રખ્યાત શો તારક મહેતા ઉલ્ટા ચશ્મા કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. અગાઉ અનેક કલાકારોએ સીરિયલને છોડી દીધી છે. હવે વધુ એક અભિનેતાએ શોને અલવિદા કહી દીધુ છે તેવા અહેવાલ પણ મળી રહ્યા છે. શું છે હકીકત અને કેમ અભિનેતા શો છોડી રહ્યો છે તેવી વાત સામે આવી રહી છે

  ટીવી ધારાવાહિક તારક મહેતા છેલ્લા 16 વર્ષોથી લોકોને મનોરંજન પૂરુ પાડી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શો વિવાદને લઈને પણ સમાચારમાં રહ્યો છે. જોકે વિવાદો વચ્ચે પણ શોના કલાકારોને લોકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. અગાઉ તારક મહેતામાં કામ કરી ચૂકેલા અનેક કલાકારોએ કોઈના કોઈ કારણોસર શોને છોડી દીધો છે. આ વચ્ચે વધુ એક કલાકાર શોને અલવિદા કરી દીધુ એવા અહેવાલ આવી રહ્યા છે

   થોડા સમય પહેલા જ ગોલીનું પાત્ર ભજવનો કુશ શાહનો જ ફેરવેલ વીડિયો સામે આવ્યો હતો. ત્યારે આ શો સાથે જોડાયેલી વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. જેમાં શોમાંથી અબ્દુલ ગાયબ છે અને એવું કહેવાય રહ્યું છે તેનું સ્થાન કોઈ અન્ય લઈ શકે છે. વાત એવી છે કે છેલ્લા કેટલાક એપિસોડમાં એવુ જોવા મળ્યું છે કે અબ્દુલ શોમાં દેખાય રહ્યો નથી. ઘણા દિવસથી અબ્દુલ ગાયબ હોવાથી હવે અટકળો શરુ થઈ ગઈ છે કે શું અબ્દુલ એટલે કે શરદ સન્કલાએ પણ શોને છોડી દીધો છે?

અગાઉ જ્યારે કુશ શાહ શો છોડી રહ્યો હતો, તે દરમિયાન પણ આવી રીતે જ એપિસોડમાં બતાવવામાં આવતું હતું. અગાઉ પણ એવા સમાચાર આવ્યા હતા કે શરદ સન્કલાએ શો છોડી દીધો છે. જો કે તે ફરીથી એપિશોડમાં દેખાયો હતો અને અફવાઓ પર પૂર્ણવિરામ લગાવવામાં આવ્યું હતું. હવે ફરીથી એપિસોડમાંથી ગાયબ હોવાને કારણે ચર્ચા થઈ રહી છેકે શું તેણે ખરેખર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહી દીધું છે કે પછી આ શોના કન્ટેન્ટનો એક એક ભાગ છે.

(12:03 PM IST)