<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 30th August 2024

પંકજ ત્રિપાઠી સક્ષમ અને ઉમદા કલાકાર છેઃ અમિતાભ બચ્‍ચન

તેમની તમામ ફિલ્‍મો અમે જોઇએ છીએ અને એમાંથી શીખીએ છીએ

મુંબઇઃ બોલીવૂડના શહેનશાહ  અમિતાભ બચ્‍ચને અભિનેતા પંકજ ત્રિપાઠીના વખાણ કર્યા છે. બીગ બી અવાર-નવાર નવા કલાકારોને પણ તેમના કામની પ્રસંશા બદલ વધાવતા રહે છે અને તેમના ઘરે બૂકે પણ મોકલે છે.  તેમણે તાજેતરમાં કોન બનેગા કરોડપતિની સોળમી સીઝનના એક એપિસોડમાં કહ્યું હતું કે પંકજ ત્રિપાઠી પાસેથી ઘણું શીખવા મળે છે. આ શોના એક એપિસોડમાં પંકજ ત્રિપાઠીની ફિલ્‍મનો સવાલ કરવામાં આવ્‍યો હતો. એથી તેમની પ્રશંસા કરતાં અમિતાભ બચ્‍ચને કહેલું કે પંકજ ત્રિપાઠી  હિન્‍દી ફિલ્‍મ-ઇન્‍ડસ્‍ટ્રીના એક સક્ષમ અન ઉમદા કલાકાર છે. તેમની જેટલી પણ ફિલ્‍મો આવે છે એ અમે જોઈએ છીએ અને એમાંથી શીખીએ છીએ. તેમની કળા શ્રેષ્ઠ છે.

(3:03 PM IST)