‘તનાવ સિઝન-૨'માં વિલન માટે ગોૈરવ અરોરા પરફેક્ટ ચોઇસ છે
મુકેશ છાબરા અને સુધિર મિશ્રાએ કર્યા વખાણઃ કહ્યું- ભવિષ્યમાં ગોૈરવ મોટી સફળતા મેળવશે

મુંબઇ તા. ૨: વેબ શો ‘તનાવ સિઝન-૨'માં વિલન માટે ગોૈરવ અરોરાને પસંદ કરવામાં આવ્યો છે. આ સિરીઝ સોની લિવ પર છઠ્ઠી તારીખે રિલીઝ થઇ રહી છે. કાસ્ટીંગ ડિરેક્ટર મુકેશ છાબરા અને ડિરેક્ટર સુધીર મિશ્રાએ કહ્યું કે ટેન્શનની નવી સિઝનમાં વિલન માટે ગૌરવ અરોરા પરફેક્ટ ચોઈસ છે. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગૌરવ અરોરા ભૂમિકા માટે યોગ્ય છે, અરોરાની વિશિષ્ટ હાજરી અને મોહક અભિનયએ સોૈને ચકીત કર્યા છે. મુકેશ છાબરાએ ખુલાસો કયર્ાો કે અમે સ્ક્રિપ્ટ માટે વિલનને ફાઇનલ કરવામાં થોડો સમય લીધો હતો. ગૌરવના ઓડિશનની સૌથી સારી વાત એ હતી કે તે ખૂબ જ અસલી હતો. તેથી અમે તે નક્કી કરવામાં ઘણો સમય પસાર કર્યો કે તે સારી પસંદગી છે ગોૈરવ ઉત્તમ અભિનેતા અને અદ્દભુત વ્યક્તિ છે. દિગ્દર્શકે એમ પણ ઉમેર્યું હતું કે તેની પોતાની એક દ્રષ્ટિ છે, અને તે દરેક પરિસ્થિતિનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરે છે. તે સાંભળે છે અને સમજે છે, અને પછી તે શ્રેષ્ઠ રીતે આ દ્રશ્યને અમલમાં મૂકવા માટે તેના પોતાના વિચાર સાથે આવે છે. મને વિશ્વાસ છે કે આ છોકરો મોટી સફળતા હાંસલ કરશે.
