<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 4th September 2024

કાલે કૌન બનેગા કરોડપતિ'માં ‘જીત કા જશ્ન’એપિસોડમનુ ભાકરે કહ્યું-મારી માતા મારી સૌથી મોટી પ્રેરણા છે

કાલે ‘જીત કા જશ્ન’ નામના આ એપિસોડમાં મનુની સાથે અમન સેહરાવત પણ હશે

પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર આવતી કાલે ‘કૌન બનેગા કરોડપતિ’માં જોવા મળશે. ‘જીત કા જશ્ન’ નામના આ એપિસોડમાં મનુની સાથે અમન સેહરાવત પણ હશે, જેણે રેસલિંગમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

   આ શોમાં અમિતાભ બચ્ચન સામે હૉટ સીટ પર બેસીને મનુએ કહ્યું હતું કે ‘મારી મમ્મી મારી સૌથી મોટી પ્રેરણા છે. તેણે હંમેશાં ઍથ્લીટ બનવાનું સપનું જોયું હતું, પણ એ સપનું સાકાર કરવા માટેના રિસોર્સિસ અને સપોર્ટ તેની પાસે નહોતા. એક ઍથ્લીટ તરીકે તે કયા સ્તર સુધી પહોંચી શકે એની જોકે મમ્મીને કલ્પના નહોતી, પણ તે સ્પોર્ટ્‍સમાં બહુ સારી હતી. તેણે હંમેશાં મારા રસના વિષયોમાં આગળ વધવાની મને સ્વતંત્રતા આપી હતી. મને ક્યારેક ડર લાગતો ત્યારે પણ તે મને એમ કહીને મોટિવેટ કરતી કે ચિંતા નહીં કર, બસ રમ્યા કર. એક રીતે આજે હું જ્યાં છું ત્યાં મને પહોંચતી જોવાનું તેનું પણ સપનું હતું. તેનો જબરદસ્ત સપોર્ટ મારા માટે પ્રેરણારૂપ રહ્યો છે. હું માનું છું કે જ્યારે એક મમ્મી સ્ટ્રૉન્ગ હોય છે ત્યારે દીકરી ચોક્કસપણે સ્ટ્રૉન્ગ હોય છે.’

(1:21 PM IST)