News of Wednesday, 4th September 2024
અજય દેવગને મહિને ૭ લાખ રૂપિયાના ભાડા પર આપી ઓફિસ
આ પ્રૉપર્ટી ૩૪૫૫ ચોરસ ફીટની છે અને એમાં ત્રણ કાર-પાર્કિંગનો સમાવેશ છે

મુંબઇ, તા.૪: અજય દેવગને ઓશિવરા વિસ્તારમાં વીરા દેસાઈ રોડ પર લોટસ ડેવલપર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા સિગ્નેચર ટાવરમાં આવેલી તેની ઑફિસને મહિને ૭ લાખ રૂપિયાના ભાડા પર આપી દીધી છે.
એક રિયલ એસ્ટેટ પોર્ટલ પર આપવામાં આવેલી જાણકારી મુજબ આ કમર્શિયલ પ્રોપર્ટીના લીવ ઍન્ડ લાઇસન્સ ઍગ્રીમેન્ટ મુજબ ૧.૧૨ લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવામાં આવી છે. આ પ્રોપર્ટી ૩૪૫૫ ચોરસ ફીટની છે અને એમાં ત્રણ કાર-પાર્કિગનો સમાવેશ છે. આ પ્રોપર્ટી માટે ૩૦ લાખ રૂપિયાની ડિપોઝિટ લેવામાં આવી છે અને ૬૦ મહિના માટે લીઝ ઍગ્રીમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
અજય દેવગન અને તેની પત્ની કાજોલ આ પ્રોજેક્ટમાં ઘણી પ્રૉપર્ટી ધરાવે છે. કમર્શિયલ સ્પેસ ધરાવતા આ સિગ્નેચર ટાવરમાં અમિતાભ બચ્ચન, સારા અલી ખાન અને કાર્તિક આર્યને પણ રોકાણ કર્યું છે.
(3:26 PM IST)
