<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 6th September 2024

‘કહાં શરૂ કહાં ખતમ'ની જોડી ધ્‍વની-આશિમ પહોંચ્‍યા જયપુર

બે યુનિવર્સિટીના છાત્રો સાથે ચર્ચા કરી સ્‍થાનિક ભોજનની મજા માણીઃ ૨૦મીએ રિલીઝ થશે ફિલ્‍મ

મુંબઇ તા. ૬: ફિલ્‍મ ‘કહાં શુરૂ કહાં ખતમ' આગામી ૨૦મીએ સિનેમાઘરોમાં આવી રહી છે. ફિલ્‍મના મુખ્‍ય કલાકારો ધ્‍વની ભાનુશાલી અને આશિમ ગુલાટી હાલમાં પ્રમોશનમાં સતત વ્‍યસ્‍ત છે. આ બંને જયપુર પહોંચ્‍યા હતાં જ્‍યાં કોલેજના છાત્રો સાથે વાતચીત કરી પ્રમોશનની સાથે સ્‍થાનિક ભોજનનો પણ સ્‍વાદ માણ્‍યો હતો.

ફિલ્‍મનું પ્રથમ ગીત લડકી ભીગી ભાગી સીએ પણ ધૂમ મચાવી છે. જયપુરમાં ધ્‍વની અને આશિમે બે અલગ અલગ યુનિવર્સિટીની મુલાકાત લઇ ત્‍યાંના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. અહિ તેમણે મિડીયા સાથે પણ વાત કરી હતી. સોૈરભ દાસગુપ્‍તા દ્વારા નિર્દેશીત આ ફિલ્‍મનું નિર્માણ ભાનુશાલી સ્‍ટુડીયો લિ., કથપુતલી ક્રિએશન્‍સ, યુવા મ્‍યુઝિકલ, વિનોદ ભાનુશાલી, લક્ષમણ ઉતેકર, કરિશ્‍મા શર્મા, કમલશ ભાનુશાલીએ કર્યુ છે. ફિલ્‍મમાં સુપ્રિયા પિલગાંવકર, રાકેશ બેદી, સોનાલી સચદેવ, રાજેશ શર્મા, અખિલેન્‍દ્ર મિશ્રા, ચિત્તરંજન ત્રિપાઠી, વિક્રમ કોચર, હિમાંશુ કોહલી અને વિકાસ વર્માએ પણ અભિનય આપ્‍યો છે.

(4:46 PM IST)