<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 8th September 2024

'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'કભી ખુશી કભી ગમ'માં જોવા મળેલા એક્ટર વિકાસ સેઠીનું 48 વર્ષની વયે દુઃખદ નિધન

વિકાસ સેઠીના પરિવારની સાથે તેની પત્નીની અને બે જોડિયા પુત્રો શોકમાં ગરકાવ

મુંબઈ : ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' ફેઈમ અભિનેતા વિકાસ સેઠીનું અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે વિકાસ સેઠી ટીવીની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પણ જાણીતું નામ છે. 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' સાથે, વિકાસ 'કસૌટી જિંદગી કી', 'કહીં તો હોગા' જેવા ટીવી શોનો પણ ભાગ રહી ચૂક્યો છે. આ સિવાય વિકાસ સેઠી શાહરૂખ ખાન અને રિતિક રોશનની સુપરહિટ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં પણ જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકાસ સેઠીએ માત્ર 48 વર્ષની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે દુનિયાને અલવિદા કહી દીધું. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે.

ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ, વિકાસ સેઠીને આજે સવારે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, જેના કારણે માત્ર 48 વર્ષની વયે વિકાસનું અવસાન થયું હતું. અભિનેતાના મૃત્યુ બાદ તેનો પરિવાર શોકમાં છે. જો કે હજુ સુધી વિકાસના મૃત્યુ અંગે પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોને ખૂબ જ આઘાત લાગ્યો છે અને લોકો સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વિકાસ સેઠીના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર સાથે સંવેદના પણ વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિકાસ સેઠીના પરિવારમાં પત્નીની સાથે બે જોડિયા પુત્રો છે. વિકાસ અને તેની પત્ની અમિતાએ ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે'માં પણ ભાગ લીધો છે. વિકાસને શ્રદ્ધાંજલિ આપતા એક યુઝરે લખ્યું, 'તેમની આત્માને શાંતિ મળે.' જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, 'ભગવાન આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને ધીરજ આપે.'

 

(2:37 PM IST)