<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 12th September 2024

પ્રતીક ગાંધીની પહેલી ગુજરાતી ફિલ્‍મ સિનેમાઘરોમાં થશે રી-રિલીઝ

‘બે યાર' સિનેમાઘરોમાં ફરી એકવાર ૧૩ સપ્‍ટેમ્‍બર, શુક્રવારના રોજ ફરી રિલીઝ કરવામાં આવશે

મુંબઇ,તા. ૧૨: જૂની અને અર્બન ગુજરાતી ફિલ્‍મોને જૂદી પાડનાર ફિલ્‍મોમાં સૌથી વધારે લોકપ્રિય થયેલી ફિલ્‍મ એટલે પ્રતીક ગાંધી અને દિવ્‍યાંગ ઠક્કર સ્‍ટારર, અભિષેક જૈન દિગ્‍દર્શિત, અને સિનેમેન પ્રોડક્‍શન્‍સ દ્વારા રજૂ થયેલી ફિલ્‍મ ‘બે યાર' સિનેમાઘરોમાં ફરી એકવાર રિલીઝ થવા જઈ રહી છે.

૧૦ વર્ષ પહેલા રિલીઝ થયેલી, પ્રતીક ગાંધીની પહેલી ગુજરાતી ફિલ્‍મ અને સતત લોકોના મન પર રાજ કરનારી આજે પણ એટલી જ પ્રસ્‍તુત આ ફિલ્‍મ સિનેમાઘરોમાં ફરી રિલીઝ થવા જઈ રહી છે જેની માહિતી પ્રતીક ગાંધીએ પોતે ઈન્‍સ્‍ટાગ્રામ પોસ્‍ટ શેર કરીને આપી છે. તેમણે ફિલ્‍મના પોસ્‍ટર પણ શેર કર્યા છે. અહીં તેમણે દિવંગત અભિનેતા અમિત મિષાીને પણ દિલથી યાદ કર્યા છે. તેમને આ ફિલ્‍મની રી-રિલીઝ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

સિનેમાઘરોમાં આ ફિલ્‍મ ૧૩ સપ્‍ટેમ્‍બર, શુક્રવારના રોજ ફરી રિલીઝ કરવામાં આવશે, તેથી તમારા નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્‍મ ૧૩ સપ્‍ટેમ્‍બરથી જોઈ શકાશે. તમારી સૌથી પ્રિય ફિલ્‍મ ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ના રોજ તમને સિનેમાઘરોમાં જોવા મળશે.

તપન અને ચિંતનની મસ્‍તી સાથેની તેમની મિત્રતાને દર્શાવતી આ ફિલ્‍મમાં મનોજ જોશી, દર્શન જરીવાલા, દિવ્‍યાંગ ઠક્કર, પ્રતીક ગાંધી, અમિત મિષાી અને સુવાલકા જેવા સિતારાઓ જોવા મળ્‍યાં. ફિલ્‍મ પહેલીવાર ૨૯ ઓગસ્‍ટ ૨૦૧૪ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્‍મની ન્‍યૂ યોર્ક ઈન્‍ડિયન ફિલ્‍મ ફેસ્‍ટિવલમાં પણ સ્‍ક્રીનિંગ કરવામાં આવી હતી. આ ફિલ્‍મ ફેસ્‍ટિવલમાં સ્‍ક્રીન કરવામાં આવેલી પહેલી ગુજરાતી ફિલ્‍મ પણ છે.

ફિલ્‍મને ૨૯ ઓગસ્‍ટ,૨૦૧૪ના રોજ ગુજરાત અને મુંબઈના મર્યાદિત મલ્‍ટીપ્‍લેક્ષમાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ,ફિલ્‍મને શરૂઆતના શોમાં જ સફળતા મળતા ફિલ્‍મના શોની સંખ્‍યા વધી ગઈ હતી. બે યાર અભિષેક જૈનની કેવી રીતે જઈશ પછીની બીજી એવી ફિલ્‍મ છે, જેણે મલ્‍ટીપ્‍લેક્ષ સિનેમામાં ૧૦૦ દિવસ કરતા પણ વધુ દિવસ સફળતાપૂર્વક ચાલવાનો વિક્રમ બનાવ્‍યો છે. ફિલ્‍મની સફળતાને ધ્‍યાનમાં લઈ ફિલ્‍મને ઓસ્‍ટ્રેલિઆ, ન્‍યુઝીલેન્‍ડ, દુબઈ, યુ.એસ. અને દુનિયાના અન્‍ય ભાગોમાં પણ રજૂ કરવામાં આવી હતી.વિદેશમાં પણ ફિલ્‍મ સફળ થઈ છે.

(9:35 AM IST)