બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી અભિનેત્રી હિના ખાને બાપ્પાના લીધા આશીર્વાદ

મુંબઈ: બ્રેસ્ટ કેન્સરથી પીડિત અભિનેત્રી હિના ખાનની કીમોથેરાપી ચાલી રહી છે. દરમિયાન, તે નિર્માતા એકતા કપૂરના ગણેશોત્સવના કાર્યક્રમમાં ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચી હતી.સોશિયલ મીડિયા પર્સનાલિટી રિઝવાન બચાવે આ કાર્યક્રમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી હિનાને સફેદ અને પીળા રંગના કો-ઓર્ડ સેટમાં જોઈ શકાય છે. આમાં તે અન્ય ટીવી કલાકારો સાથે જોવા મળી રહી છે.તમામ કલાકારો કેમેરા સામે ખુશીથી પોઝ આપતા જોવા મળ્યા હતા.દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા, અનિતા હસનંદાની રેડ્ડી, ક્રિસ્ટલ ડિસોઝા, રિત્વિક ધનજાની, રિદ્ધિમા પંડિત, શબ્બીર આહલુવાલિયા અને કાંચી કૌલ પણ તસવીરોમાં જોઈ શકાય છે.અન્ય બૂમરેંગ વીડિયોમાં હિના એક્ટર સાહિલ આનંદ સાથે પોઝ આપતી જોઈ શકાય છે.સાહિલે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "બાપ્પાના આશીર્વાદ".હિનાએ 11 સપ્ટેમ્બરે તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું હતું. તેણે કહ્યું કે તેની 'મ્યુકોસાઇટિસ' પહેલા કરતા ઘણી સારી છે. આ સાથે તેણે તેના ચાહકોનો ઘણો પ્રેમ મોકલવા બદલ આભાર માન્યો હતો.
