<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 16th September 2024

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા લગ્ન

મુંબઇ, તા.૧૬: અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્નગ્રંથિથી જોડાયાં છે. બૉલીવુડ એકટ્રેસ અદિતિ રાવ હૈદરી અને સ્ટાર સિદ્ધાર્થે પરંપરાગત સાઉથ ઇંડિયન રીતપ્રરિવાજો સાથે લગ્ન કર્યા છે. ક્યૂટ કપલે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને આ આનંદના સમાચાર આપ્યા હતા.

અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે એક સુંદર દક્ષિણ ભારતીય પરંપરાને અનુસરતાં લગ્ન કર્યા હતા. આ કપલે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે!

જે મંદિરમાં લગ્ન થયા તે સાથે અદિતિના પરિવારનો સારો સંબંધ છે, કારણ કે તેના દાદા, જે વાનપર્થી સંસ્થાનમના છેલ્લા શાસક હતા તે આ મંદિરમાં પૂજા કરતા હતા.

અદિતિએ સુંદર કેપ્શન સાથે ફોટા શેર કર્યા જેમાં લખ્યું હતું, તું મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધા સ્ટાર્સ છો. અનંતકાળ માટે પિકસી સોલમેટ બનવા માટે. હાસ્ય માટે, ક્યારેય મોટા ન થવા માટે. શાશ્વત પ્રેમ, પ્રકાશ અને જાદુ શ્રીમતી અને શ્રીમતી માટે.

કપલે પરંપરાગત સુંદર પોશાક સાથે તેમના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

અદિતિ આજે સોના અને રૂબીના પરંપરાગત સોનાના દાગીના અને ગજરા સાથે બ્રાઇડલ લુકમાં શોભી રહી હતી.

અદિતિ અને સિદ્ધાર્થ કેમેરા સામે પોઝ આપી રહ્યા હતા ત્યારે એકદમ જ ખુશ દેખાતા હતા. તેમની વચ્ચે પ્રેમ છલકી રહ્યો હતો.

અદિતીએ આજે લગ્નપ્રસંગ દરમિયાન અદભૂત ટિશ્યુ ઓર્ગેન્ઝા લેહેંગા પહેર્યો હતો જેમાં ગોલ્ડન ઝરી વર્ક કરવામાં આવ્યું હતું.

આ કપલે લાંબા સમય સુધી તેમના સંબંધો વિશે જાહેરમાં વાત કરી નહોતી, પરંતુ હવે આ લગ્નપ્રસંગ બાદ તેમના વચ્ચેનો પ્રેમ જગજાહેર થયો છે

(4:03 PM IST)