બિગ બોસ 18: સલમાન ખાન સતત 15મી વખત કરશે હોસ્ટિંગ

મુંબઈ: બિગ બોસ 18 ના નિર્માતાઓએ આખરે આગામી સિઝનનો બહુપ્રતિક્ષિત પ્રોમો રિલીઝ કર્યો છે, જેણે ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. પ્રોમોની સાથે એ પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે સલમાન ખાન નવી સિઝનમાં હોસ્ટ તરીકે પરત ફરી રહ્યો છે, જે સતત 15મી વખત હશે. લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ તેની 18મી આવૃત્તિ સાથે ટેલિવિઝન પર પાછા ફરવા માટે તૈયાર છે. આટલું જ નહીં, શોના નિર્માતાઓએ આખરે એક ખાસ પ્રોમો સાથે સલમાન ખાનને ફરીથી તેના હોસ્ટ તરીકે કન્ફર્મ કરી દીધો છે. બિગ બોસના હોસ્ટ તરીકે અભિનેતાની આ સતત 15મી સીઝન હશે. પ્રોમોમાં સલમાનનો અવાજ અને આગામી સિઝનની થીમ પર સંકેતો દર્શાવવામાં આવ્યા છે. પ્રોમોની શરૂઆત ઘડિયાળના એનિમેશનથી થાય છે જેમાં સલમાન જાહેરાત કરે છે, “બિગ બોસ ઘરના સભ્યોનું ભવિષ્ય જોશે. હવે સમયનો તાલમેલ હશે.પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, "મનોરંજન પૂર્ણ થશે, જ્યારે સમયનો તાંડવ બિગ બોસમાં નવો વળાંક લાવશે." શું તમે સીઝન 18 માટે તૈયાર છો? કલર્સ અને @OfficialJioCinema પર જલ્દી જ Bigg Boss 18 જુઓ.
