<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 23rd September 2024

પરેશ રાવલ સાથે કામ કરીને ઉત્‍સાહિત છે દિવ્‍યા ખોસલા કુમાર

આ ફિલ્‍મથી તેલુગુ સિનેમામાં એન્‍ટ્રી કરી

મુંબઇ તા. ૨૩: અભિનેત્રીઅને નિર્માત્રી દિવ્‍યા ખોસલા કુમાર હવે પરેશ રાવલ સાથે કામ કરી રહી છે. ફિલ્‍મ ‘હીરો હિરોઇન'માં પરેશ રાવલ ડિરેક્‍ટરના રોલમાં અને દિવ્‍યા ખોસલા સંઘર્ષ કરતી અભિનેત્રીના રોલમાં છે. પરેશ રાવલનું પાત્ર પ્રતિભાને પોષવા માટે જાણીતા દક્ષિણ ભારતીય નિર્દેશક દ્વારા પ્રેરીત છે, જે તેણીને તેનું સ્‍વપ્‍ન સાકાર કરવામાં મદદ કરે છે.

નિર્દેશક સુરેશ કૃષ્‍ણની આ ફિલ્‍મના નિર્માતા પ્રેરણા અરોરા છે. તેણે કહ્યું કે ફિલ્‍મ હીરો હીરોઇન તેલુગુમાં છે, પરંતુ તેની થીમ્‍સ સાર્વત્રીકરૂપે પડઘો પાડે છે. કારણ કે તે દરેક ભારતીય ફિલ્‍મ ઉદ્યોગમાં જોવા મળતાં સંઘર્ષ અને વિજયને પ્રતિબિંબિત કરે છે. દિવ્‍યા આ ફિલ્‍મથી તેલુગુ ફિલ્‍મમાં પદાર્પણ કરી રહી છે. ૨૦૨૫માં આ ફિલ્‍મ જમાવટ કરશે તેવો નિર્માતાઓનો દાવો છે.

(3:29 PM IST)