<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 25th September 2024

કરણ જોહરના OTT શો ધ ટ્રાઈબની રિલીઝ ડેટ જાહેર

પાંચ ક્રિએટર્સની સ્‍ટોરીને તમે પ્રાઈમ વીડિયો પર જોઈ શકશોઃ અનન્‍યાની બહેન અલાના કરશે ડેબ્‍યૂ આ શો આવતા મહિને ૪ ઓક્‍ટો.ના રિલીઝ થઈ રહ્યો છેઃ કરણ જોહરની આ સીરિઝ ‘બિગ બોસ ૧૮' પહેલા થશે રિલીઝ

મુંબઇ,તા. ૨૫: કરણ જોહર એક રિયાલિટી શો લઈને આવી રહ્યો છે જેનું નામ છે ‘ધ ટ્રાઈબ'. આ શો તમે ઓટીટી પ્‍લેટફોપ્‍મ એમેઝોન પ્રાઈમ પર જોઈ શકશો. આ શો આવતા મહિને ૪ ઓક્‍ટો.ના રિલીઝ થઈ રહ્યો છે. આમાં પાંચ ઇન્‍ફલુએન્‍સરના ગ્‍લેમરસ વિશ્વની સ્‍ટોરી બતાવવામાં આવશે. આ સીરિઝ દ્વારા અનન્‍યા પાંડેની બહેન અલાના પાંડે ઓટીટી ડેબ્‍યૂ કરશે.

અભિનેત્રી અનન્‍યા પાંડેની કઝિન સિસ્‍ટર અને સોશિયલ મીડિયા ઇન્‍ફલુએન્‍સર અલાના પાંડે છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. એક્‍ટ્રેસ તાજેતરમાં જ માતા બની છે અને લોસ એન્‍જિલ્‍સમાં રહે છે. તાજેતરમાં જ તે ગણેશ પૂજા ઉત્‍સવ ઉજવવા પતિ સાથે ભારત આવી હતી.

હવે અનન્‍યા પાંડેની કઝિન બહેન અલાના પણ ટૂંક સમયમાં જ અભિનય જગતમાં ડેબ્‍યૂ કરવાની છે. તેની પહેલી વેબ સિરીઝની જાહેરાત થઈ ગઈ છે, જેનું નામ શ્નધ ટ્રાઈબશ્ન છે. કરણ જોહર આના નિર્માતા છે. અલાના સિવાય આ સિરીઝમાં જાવેદ જાફરીની દીકરી અલાવિયા જાફરી, સૃષ્ટિ પોરે, અલ્‍ફિયા જાફરી, અર્યાના ગાંધી અને હાર્દિક જવેરી પણ સામેલ છે.

ધ ટ્રાઈબનું દિગ્‍દર્શન ઓમકાર પોતદાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તે ૪ ઓક્‍ટોબરે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની છે. સીરિઝનું પોસ્‍ટર શેર કરતા પ્‍લેટફોર્મે લખ્‍યું, તેઓ કહે છે કે મોટા સપના જોવાની હિંમત કરો! અને આ જનજાતિએ એવું જ કર્યું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શો આ યંગ ઇન્‍ફલુએન્‍સર્સની આસપાસ ફરશે જેઓ LAમા વૈશ્વિક ઓળખ હાંસલ કરવા માટે નીકળ્‍યા છે. એકંદરે, ધ ટ્રાઈબ એ ૫ સમૃદ્ધ ભારતીય કોન્‍ટેન્‍ટ ક્રિએટર્સની ગ્‍લેમરસ દુનિયાના પડદા પાછળની વાર્તા છે, જેઓ તેમના પરિવારોને છોડીને તેમના કમ્‍ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને તેમની સોશિયલ મીડિયા કારકિર્દી બનાવવા માટે લોસ એન્‍જલસ પહોંચે છે.

ધ ટ્રાઈબનું નિર્માણ કરણ જોહર, અપૂર્વા મહેતા અને અનીશા બેગ દ્વારા ધર્માટિક એન્‍ટરટેઈનમેન્‍ટ હેઠળ કરવામાં આવ્‍યું છે. આ વર્ષે કરણ જોહરના ધર્મા પ્રોડક્‍શનની ઘણી ફિલ્‍મો બેક-ટુ-બેક રિલીઝ થઈ છે. એ વતન મેરે વતન, મિસ્‍ટર એન્‍ડ મિસિસ માહી, યોદ્ધા અને ગુડ ન્‍યૂઝ તેમાંથી છે.

એક તરફ સલમાન ખાનનો ફેમસ રિયાલિટી શો ‘બિગ બોસ ૧૮' શરૂ થવા જઈ રહ્યો છે, તો બીજી તરફ કરણ જોહરનો નવો રિયાલિટી શો પણ આવી રહ્યો છે, જેનું નામ છે ‘ધ ટ્રાઈબ'. ગ્‍લેમ, અનફિલ્‍ટર અને અનસ્‍ક્રીપ્‍ટેડ ઓરિજિનલ રિયાલિટી સીરિઝ ઓટીટી પ્‍લેટફોર્મ પર સ્‍ટ્રીમ થશે. તેમાં ૯ એપિસોડ હશે અને તે ૪ ઓક્‍ટોબર, ૨૦૨૪થી પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર થવા માટે સેટ છે.

(11:10 AM IST)