સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના કલાકાર લગાવ્યા ગંભીર આરોપો કહ્યું
સેટ પર જ પેનિક અટેક આવ્યો તેમ છતાં સીન કરવા માટે મજબૂર કરવામાં આવી હતી, મારા બાકી નીકળતા 21 લાખ

મુંબઇ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનું ભિડેનું પાત્ર નિભાવી રહેલી પલક સિધવાનીને મેકર્સે લિગલ નોટિસ મોકલી છે. જેના બાદ એક્ટ્રેસે મેકર્સ પર મોટા આરોપ લગાવ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વર્ષ 2008થી દર્શકોનો ફેવરેટ બની રહ્યો છે. આજે પણ તેના દર્શકોની લિસ્ટ લાંબી છે. કોમેડી પર બેસ્ડ આ શોના દરેક કેરેક્ટરની અલગ ઓળખ છે. આ શોમાં સોનૂ ભિડેનું પાત્ર નિભાવી રહેલી પલક સિધવાની હાલ ચર્ચામાં છે. વચ્ચે ખબર આવી હતી કે મેકર્સે તેને લિગલ નોટિસ મોકલી છે. ત્યાં જ હવે એક્ટ્રેસે મેકર્સ પર આરોપ લગાવ્યા છે.
મેકર્સે એક્ટ્રેસને આપી ચેતાવણી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડક્શન હાઉસની તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે કે પલક સિધવાનીને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. કારણ કે એક્ટ્રેસ શો ઉતરાંત બીજી વસ્તુઓમાં કામ કરે છે. નોટિસમાં કોન્ટ્રાક્ટના ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એક્ટ્રેસના કારણે શો અને પ્રોડક્શન કંપનીને ઘણુ મોટુ નુકસાન થયું છે.
એક્ટ્રેસને તેના માટે ઘણી વખત ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ તે કોન્ટ્રાક્ટનું ઉલ્લંધન કરતી રહી. જેના બાદ મેકર્સે તેને લીગલ નોટિસ મોકલી.
ત્યાં જ હવે એક્ટ્રેસે પણ આ મામલામાં ચુપ્પી તોડી છે અને મેકર્સના લગાવેલા આરોપોને ફગાવ્યા છે.
એક્ટ્રેસની ટીમની તરફથી જણાવવામાં આવ્યું છે કે પલકે કોઈ કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન નથી કર્યું.
એક્ટ્રેસની ટીમે જણાવ્યું કે પલકને કોન્ટ્રાક્ટ સાઈન કરાવતા પહેલા તેને સારી રીતે વાંચવા દેવામાં નથી આવ્યો. પલકને બીજા અસાઈમેન્ટ, એન્ડોર્સમેન્ટ લેવાથી પણ નથી રોકવામાં આવ્યા. જ્યારે તેણે કોન્ટ્રાક્ટની કોપી માંગો તો તે ન આપવામાં આવી. એક્ટ્રેસની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યો હતો. રજા ન હતી આપવામાં આવતી.
એક્ટ્રેસે જ્યારે 8 ઓગસ્ટે મેકર્સને બે મહિનાની નોટિસ આપવા અને શો છોડવા વિશે જણાવ્યું તો 7 સપ્ટેમ્બરે તેને બ્લેકમેલ કરવામાં આવી અને કરિયર ખતમ કરવાની ચેતાવણી આપવામાં આવી.
પલકના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેને માનસિક રીતે હેરાન કરવામાં આવી તેની સાથે ખરાબ રીતે વાત કરવામાં આવી.
14 સપ્ટેમ્બરે એક્ટ્રેસને સેટ પર જ પેનિક અટેક આવ્યો હતો. પરંતુ છતાં તેને સીન કરવા માટે મજબૂર કરવામાં આવી. ત્યાં જ એક્ટ્રેસના 21 લાખ રૂપિયાની બાકી રકમની ચુકવણી નથી કરવામાં આવી.
