IIFA એવોર્ડ્સ સમારંભનો બીજો દિવસ ધમાકેદાર : ફિલ્મ એનિમલને મળ્યા 6 એવોર્ડ, શાહરુખખાનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ : બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર
આઇફા એવોર્ડની આ યાદીમાં એનિમલ ફિલ્મને છ એવોર્ડ , રોકી રાનીની લવ સ્ટોરીને બે એવોર્ડ , શાહરૂખ ખાનની જવાનને પણ બે એવોર્ડ : ગયા વર્ષે રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ફિલ્મ 12મી ફેલને પણ એવોર્ડ આપવામાં આવ્યો

મુંબઈ તા.૨૯
IIFA એવોર્ડ્સનો બીજો દિવસ ધમાકેદાર રહ્યો હતો. સ્ટેજ પર શાહરૂખ ખાન અને વિકી કૌશલના પર્ફોર્મન્સે લોકોને ઉત્સાહિત કર્યા હતા. બોલિવૂડની અનેક હસ્તીઓ આ એવોર્ડ શોનો ભાગ બની હતી.
ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ 2024 ને લઈને આ દિવસોમાં અબુ ધાબીમાં ખૂબ જ ચર્ચા છે. IIFA એવોર્ડ 2024 નો શનિવારે બીજો દિવસ હતો. આ એવોર્ડ શોમાં ભાગ લેવા માટે બોલિવૂડની ઘણી હસ્તીઓ આવી હતી. બોલિવૂડના કિંગ ખાને એવોર્ડ ફંક્શન હોસ્ટ કર્યું હતું. ઉપરાંત, વિકી કૌશલ સાથે પણ શાનદાર પર્ફોમન્સ કર્યું હતું. શાહરૂખ ખાન પોતાના સિગ્નેચર સ્ટેપ સાથે સ્ટેજ પર આવ્યો હતો.
અબુધાબીમાં IIFAની ઉજવણી
આ એવોર્ડ ફંક્શનમાં શાહરૂખ ખાનને તેની ફિલ્મ 'જવાન' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' ને પણ ઘણા એવોર્ડ મળ્યા હતા. જ્યારે રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' રિલીઝ થઈ ત્યારે ઘણા લોકોએ ફિલ્મની ખૂબ ટીકા કરી હતી. જોકે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. શાહરૂખ ખાન ઉપરાંત રાની મુખર્જીએ પણ આ એવોર્ડ જીત્યો હતો.
IIFA એવોર્ડ વિજેતાની યાદી
સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો.શાહરૂખ ખાનને વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીને ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.વિધુ વિનોદ ચોપરાને ફિલ્મ '12મી ફેલ' માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો.અનિલ કપૂરને ફિલ્મ 'એનિમલ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.શબાના આઝમીને 'રોકી ઓર રાણી કી પ્રેમ કહાની' માટે બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.બોબી દેઓલને 'એનિમલ' માટે નેગેટિવ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.
'રોકી ઓર રાણી કી પ્રેમ કહાની'ને બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ મળ્યો હતો.'12મી ફેલ'ને બેસ્ટ સ્ટોરી (એડોપ્ટેડ) માટે એવોર્ડ મળ્યો.રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ને પણ બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ મળ્યો.ફિલ્મ 'એનિમલ'ના ગીત સતરંગાને બેસ્ટ લિરિક્સ એવોર્ડ મળ્યો હતો.ભૂપેન્દ્ર બબલને ફિલ્મ 'એનિમલ'માં અર્જુન વેલી ગાવા માટે બેસ્ટ મેલ સિંગરનો એવોર્ડ મળ્યો હતો.બેસ્ટ સિંગર ફીમેલ એવોર્ડ શિલ્પા રાવને 'જવાન'ના છલિયા ગીત માટે મળ્યો.જયંતિલાલ ગડા અને હેમા માલિનીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એવોર્ડ મળ્યો હતો.
આઇફા એવોર્ડની આ યાદીમાં એનિમલ ફિલ્મને છ એવોર્ડ મળ્યા છે. રોકી રાનીની લવ સ્ટોરીને બે એવોર્ડ મળ્યા હતા. આ સાથે જ શાહરૂખ ખાનની જવાનને પણ બે એવોર્ડ મળ્યા હતા. ગયા વર્ષે રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ફિલ્મ 12મી ફેલને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
