<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 30th September 2024

દેવરા ભાગ 1: સ્થાનિક બોક્સ ઓફિસ પર બે દિવસમાં રૂ. 100 કરોડની ક્લબમાં

મુંબઈ: સાઉથ ડાયરેક્ટર કોરાતલા શિવાની ફિલ્મ 'દેવરા પાર્ટ-1' માત્ર 2 દિવસમાં જ 100 કરોડના ક્લબમાં ગર્વથી પ્રવેશી ગઈ છે. જ્હાન્વી કપૂર, જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન અભિનીત આ ફિલ્મ ગયા શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે 82 કરોડની કમાણી કરીને સુપરહિટ થવાની આશા વધારી દીધી હતી.હવે આ ફિલ્મે 2 દિવસમાં 112 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 'દેવરા પાર્ટ-1'ની કમાણીની ગતિને જોતા લાગે છે કે આ ફિલ્મ આ વર્ષની 2024ની સૌથી વધુ નફો કરતી ફિલ્મ બની શકે છે. આ પહેલા આ રેકોર્ડ પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'કલ્કી 2898 એડી'ના નામે હતો. શનિવારે 40 કરોડની કમાણી કરીને દેવરાએ 100 કરોડની કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સ્થાન બનાવી લીધું છે.જ્યારે દેવરાના મુખ્ય હીરો એનટીઆર જુનિયરને પૂછવામાં આવ્યું કે, બોલિવૂડમાંથી પણ કાસ્ટિંગ કરવા પાછળનો હેતુ શું છે. તેના જવાબમાં એનટીઆરએ કહ્યું હતું કે અમે અમારી ફિલ્મને આખા દેશમાં સમાન રીતે ચલાવવા માંગીએ છીએ. અમે જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાનને કાસ્ટ કર્યા છે કારણ કે અમે તેને હિન્દી બેલ્ટમાં પણ બતાવવા માંગીએ છીએ.હવે એનટીઆર જુનિયરની આ યોજના સફળ થતી જણાય છે. કારણ કે ફિલ્મ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ નોર્થ થિયેટરોમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. સેકનિલ્કના ડેટા અનુસાર, હૈદરાબાદમાં ફિલ્મનો સૌથી વધુ કબજો છે જે 39 ટકા છે. મુંબઈમાં 31 ટકા, દિલ્હી એનસીઆરમાં 20, પુણેમાં 39, અમદાવાદમાં 17, સુરતમાં 18, ભોપાલમાં 14 અને લખનૌમાં 27 ટકા ઓક્યુપન્સી છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓને આશા છે કે ફિલ્મ સારી કમાણી કરશે અને વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનશે.

(5:37 PM IST)