બિગ બોસ-18ના સ્પર્ધકોનું ફોટોવાળું સંપૂર્ણ લિસ્ટ જાહેર :ધમાસાણ મચી જાય તેવા એંધાણ
સલમાન ખાનના ટીવી શો બિગ બોસ 18 કલર્સ ટીવી અને જિયો સિનેમા પર શરૂ :જાણો કોણ કોણ હસ્તી બિગ બોસ 18માં જોવા મળશે

મુંબઈ :આ વખતે શોમાં આવનાર કન્ટેસ્ટન્ટની લિસ્ટમાં વિવિયન ડીસેના, ઈશા સિંહ, કરણવીર મહેરા, નાયરા બેનરજી, મુસ્કાન બામને, એલિસ કૌશિક, ચાહત પાંડે, શિલ્પા શિરોડકર, એડવોકેટ ગુણરત્ન સદાવર્તે, રજત દલાલ, તનજિન્દર સિંહ બગ્ગા, ચૂમ દરંગ, શહેઝાદા ધામી, અવિનાશ મિશ્રા, અરફેન ખાન, સારા અરફેન ખાન, હેમા શર્મા અને શ્રુતિકા અર્જુનના નામ બહાર આવ્યા છે
'પ્યાર કી કહાની' સિરિયલના અભિનેતા વિનયન ડીનેસા બિગ બોસ 18માં જોવા મળશે.
આ વખતે બિગ બોસ 18માં ઈશા સિંહ પણ જોવા મળશે. ભોપાલની રહેવાશી ઈશા 17 વર્ષની ઉમથી ઈન્ડસ્ટ્રીમાં છે. તે 'મિડલ ક્લાસ લવ'માં પણ કામ કરેલું છે.
કરણવીર મહેરા ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. હાલમાં જ કરણવીર મહેરાએ રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 14નું ટાઈટલ જીત્યું છે. આ શો પછી કરણ સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 18માં જોવા મળશે.
'દિવ્ય દ્રષ્ટિ' ટીવી સિરિયલ માટે ઓળખાતી નાયરાને પણ બિગ બોસ 18માં જોઈ શકશે. તેને 'ખતરો કે ખિલાડી 13'માં ખતરનાક સ્ટંટ કર્યા હતા. તેને 'વન નાઈટ સ્ટેન્ડ' અને 'અજહર' માં પણ કામ કર્યું છે.
'અનુપમા' ની ટીવી સિરિયલથી ફેમસ થયેલી મુસ્કાન બામને પણ બિગ બોસ 18માં જોવા મળશે.
ટીવી શો 'પંડયા સ્ટોર'થી ફેમસ થયેલી એલિસ કૌશિકને પણ બિગ બોસ 18માં જોઈ શકાશે.
સલમાનના શો માટે ટીવી એક્ટ્રેસ ચાહત પાંડેનું નામ પણ કન્ફર્મ છે. એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત 2016માં 'પવિત્ર બંધન' થી કરી હતી .
શિલ્પા શિરોડકરએ ફિલ્મોની સાથે-સાથે ટીવી દુનિયામાં પણ પોતાનું કમાલ બતાવ્યું છે. બૉલીવુડની આ મશહૂર એક્ટ્રેસ સલમાન ખાનના શોમાં શામેલ થશે.
. એસટી કર્મચારીઓની હડતાળના કારણે રાજ્યમાં ગુણરત્ન સદાવર્તે પ્રખ્યાત થયા હતા. તેમણે કર્મચારીઓનું સ્વતંત્ર સંગઠન શરૂ કર્યું અને મજૂર નેતા બન્યા.
સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેવાવાળા ફિટનેસ ટ્રેનર રજત દલાલ પણ સલમાન ખાનના ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 18'નો ભાગ છે.
રાજકુમાર રાવની ફિલ્મ 'બધાઈ દો' અને આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' માં જોવા મળેલી અરુણાચલ પરેડેશની ચૂમ દરંગ પણ બિગ બોસ 18માં જોવા મળશે.
પંજાબના રહેવાશી શહજાદાએ અત્યાર સુધીમાં 4 સિરિયલ્સમાં કામ કયું છે, તે પણ બિગ બોસ 18માં જોવા મળશે.
'પ્યાર તુને કયા કિયા', 'ઈશ્કબાજ', 'ક્રોસરોડસ', 'એ રિશ્તે હે પ્યાર કે', 'તિતલી' જેવી ઘણી સિરિયલમાં કામ કરનાર અવિનાશ મિશ્રા પના બિગ બોસ 18માં જોવા મળશે.
ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ સહિત ઘણા બૉલીવુડ સ્ટારના લાઈફ કોચ રહેલા અરફીન ખાન પણ બિગ બોસ 18 નો ભાગ હશે.
દુબઈમાં રહેતી અભીનેત્રી સારા અરફીન ખાન પણ બિગ બોસ 18નો ભાગ છે.
સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3'માં કામ કરેલી આભીનેત્રી અને 'વાયરલ ભાભી' તરીકે જાણીતી હેમા શર્મા પણ બિગ બોસ 18નો ભાગ છે.
ટીવી એક્ટ્રેસ, બિઝનેસ વુમેન અને પૂર્વ એક્ટ્રેસ શ્રુતિકા અર્જુન પણ બિગ બોસ 18માં જોવા મળશે.
