ન સલમાન ન શાહરૂખ બોલીવુડનો સૌથી વધુ પૈસાદાર છે રોની સ્ક્રુવાલા : સંપત્તિ છે ૧૨૮૦૦ કરોડ
પ્રોડયુસર છે રોની સ્ક્રુવાલા : હિન્દી ફિલ્મ ઉદ્યોગનો બિલેનિયર કહેવાય છે

મુંબઇ તા. ૭ : શાહરૂખ ખાન ભારતના સૌથી ધનિક અભિનેતા છે. હુરૂન ઈન્ડિયાની યાદી અનુસાર, શાહરૂખની કુલ સંપત્તિ ૭,૩૦૦ કરોડ રૂપિયાની આસપાસ છે. જયારે સલમાન ખાનની કુલ સંપત્તિ ૩૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ છે. પરંતુ, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એવી વ્યક્તિ છે જેની નેટવર્થ સલમાન અને શાહરૂખ બંને કરતા વધુ છે. હા! જોકે, તે એક્ટર નથી, ફિલ્મ પ્રોડ્યુસર છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, આ નિર્માતાની કુલ સંપત્તિ ૧૨,૮૦૦ કરોડ રૂપિયા છે. આ જ કારણ છે કે તેમને બોલિવૂડના સૌથી અમીર વ્યક્તિ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અબજોપતિ કહેવામાં આવે છે.
બોલિવૂડના આ અબજોપતિનું નામ છે રોની સ્ક્રુવાલા, જેણે ટૂથબ્રશ વેચવાની શરૂઆત કરી હતી. રોનીએ પોતાની કારકિર્દી એક ઉદ્યોગસાહસિક તરીકે શરૂ કરી હતી. તેણે ૭૦ના દાયકામાં ટૂથબ્રશ બનાવતી કંપનીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ૧૯૮૧માં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. જયારે ભારતમાં મનોરંજનના નામે માત્ર દૂરદર્શન હતું, ત્યારે રોનીએ કેબલ ટીવી શરૂ કર્યું, જેણે સિનેમા જગતને હંમેશ માટે બદલી નાખ્યું. ૧૯૯૦માં રોનીએ UTV સોફટવેર કોમ્યુનિકેશન નામની કંપની બનાવી. ૨૦૧૨ માં તેણે આ કંપની ઼૧.૪ બિલિયનમાં વેચી. આ પછી, તેણે RSVP નામની એક કંપની શરૂ કરી, જે તેની પોતાની સ્ક્રિપ્ટ, પટકથા તૈયાર કરે છે અને નિર્દેશકો સાથે મળીને ફિલ્મો બનાવે છે.
રોની શાર્ક ટેન્ક ઇન્ડિયામાં દેખાયો છે, રોનીની આવકનો એકમાત્ર સ્ત્રોત આરએસવીપી નથી. રોનીએ pGrad, Usports અને Unliazer જેવી કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. આ સિવાય રોની ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન ૩'માં પણ જજ તરીકે જોવા મળ્યો છે
