<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 9th October 2024

વાશુ ભગનાનીએ નેટફિલક્‍સ પર મૂક્‍યો ૨૫૦ કરોડની દગાખોરીનો આરોપ

નેટફિલક્‍સ પર ‘હીરો નંબર ૧' સંબંધિત રૂ. ૨૦૦ કરોડ અને અન્‍ય રૂ. ૪૭ કરોડ રોકવાનો આરોપ લગાવ્‍યો

મુંબઇ,તા.૯: ફિલ્‍મ નિર્માતા વાશુ ભગનાનીએ વૈશ્વિક સ્‍ટ્રીમિંગ પ્‍લેટફોર્મ નેટફિલક્‍સ વિરુદ્ધ ૨૫૦ કરોડ રૂપિયાની દગાખોરીનો આરોપ મૂકવાની સાથે ફરિયાદ પણ નોંધાવી છે. સોમવારેના રોજ, નેટફિલક્‍સની હિન્‍દી ફિલ્‍મ લાઈસેંસિંગ પ્રમુખ વિભા ચોપડા સાથે ઇઓડબ્‍લ્‍યૂ અધિકારીઓએ લગભગ છ કલાક સુધી પૂછપરછ કરી.

ફિલ્‍મ નિર્માતા વાશુ ભગનાનીએ ગ્‍લોબલ સ્‍ટ્રીમિંગ પ્‍લેટફોર્મ નેટફિલક્‍સ વિરુદ્ધ રૂ. ૨૫૦ કરોડની છેતરપિંડીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. એપ્રિલમાં ભગનાનીની ફરિયાદ બાદ, મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્‍સ વિંગ (EOW) એ કેસની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. સોમવારે (ઓક્‍ટોબર ૭), નેટફિલક્‍સની હિન્‍દી ફિલ્‍મ લાઇસન્‍સિંગ હેડ વિભા ચોપરાની EOW અધિકારીઓ દ્વારા લગભગ છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને મંગળવારે ફરીથી પૂછપરછ કરવામાં આવશે.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ભગનાનીએ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨માં ત્રણ ફિલ્‍મો બનાવવા માટે નેટફિલક્‍સ સાથે કરાર કર્યો હતો. સોદામાં જણાવવામાં આવ્‍યું હતું કે નેટફિલક્‍સ તેમને આ ફિલ્‍મોના નિર્માણ માટે રૂ. ૨૦૦ કરોડ અને રિલીઝ પછીના નફામાંથી વધારાના રૂ. ૧૦૦ કરોડ ચૂકવશે.

જોકે, ભગનાનીનો દાવો છે કે તેને નેટફિલક્‍સ તરફથી માત્ર ૬૦ કરોડ રૂપિયા મળ્‍યા છે. તેણે એવો પણ આરોપ લગાવ્‍યો કે સ્‍ટ્રીમિંગ સર્વિસે એકતરફી રીતે તેની ફિલ્‍મ શ્નહીરો નંબર ૧શ્નનું લાયસન્‍સ રદ કર્યું, જેના કારણે ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું. વાશુ ભગનાનીએ નેટફિલક્‍સ પર શ્નહીરો નંબર ૧શ્ન સંબંધિત રૂ. ૨૦૦ કરોડ અને અન્‍ય રૂ. ૪૭ કરોડ રોકવાનો આરોપ લગાવ્‍યો છે. આ જ કારણ છે કે ભગનાનીએ ચ્‍બ્‍ષ્‍ નો સંપર્ક કરવો પડ્‍યો.

ભગનાનીએ નેટફિલક્‍સને જે ત્રણ ફિલ્‍મો આપી તે હતી ‘હીરો નંબર ૧', ‘બડે મિયાં છોટે મિયા' અને ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત બચાવ'. પોલીસ સૂત્રોએ જણાવ્‍યું હતું કે ‘બડે મિયાં છોટે મિયાં' નેટફિલક્‍સ પર ૬ જૂન, ૨૦૨૪ના રોજ રિલીઝ કરવામાં આવી હતી, જયારે ‘મિશન રાણીગંજ' ૧ ડિસેમ્‍બર, ૨૦૨૩ના રોજ પ્રીમિયર કરવામાં આવી હતી.

(9:53 AM IST)