<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 12th October 2024

કાયમચૂર્ણના બ્રાન્‍ડ એમ્‍બેસેડર તરીકે હાસ્‍ય કલાકાર કીકુ શારદા શેઠ બ્રધર્સ દ્વારા પ્રમોટ

આરોગ્‍ય અંગે જાગૃતિ દર્શાવતી એડ ફિલ્‍મનું મુંબઇમાં શૂટિંગ પૂર્ણ

રાજકોટ,તા. ૧૨: શેઠ બ્રધર્સની જાણીતી આયુર્વેદિક પ્રોડકટ કાયમચૂર્ણના બ્રાન્‍ડ એમ્‍બેસેડર તરીકે પ્રખ્‍યાત હાસ્‍ય કલાકાર અને અભિનેતા કીકુ શારદાને સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કીકુ શારદા કાયમચૂર્ણ, ટેબલેટ, ગ્રાનયુલસના બ્રાન્‍ડ એમ્‍બેસેડર તરીકે જોડાઇને કાયમચૂર્ણની તમામ બ્રાન્‍ડને વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચાડવામાં પોતાનું યોગદાન આપશે.

ભારતમાં કબજિયાત અને અપચો જેવી પાચન સમસ્‍યાઓ દરેક વર્ગના લોકોમાં સામાન્‍ય સમસ્‍યાઓ જેવી બની ગઇ છે. જેનાથી જીવનશૈલી અને વારંવાર તણાવનો ભોગ બનવું પડે છે. પાચનની સમસયા સાથે ફુલેલુ પેટ ઘટકો સાથે સંપૂર્ણપણે આયુર્વેદિક ધોરણે તૈયાર કરવામાં આવેલુ કાયમચૂર્ણ લાખો લોકો માટે ખરા અર્થમાં આશીર્વાદ જેવું કામ કરે છે.

નવરાત્રિના પ્રથમ નોરતે શેઠ બ્રધર્સ દ્વારા કાયમચૂર્ણને પ્રમોટ કરતી એડ ફિલ્‍મનું મુંબઇમાં શૂટ પૂર્ણ કરવામાં આવ્‍યુ છે. જેમાં હાસ્‍ય કલાકાર અને અભિનેતા કીકુ શારદાને રમુજ સાથે આરોગ્‍ય અંગેની જાગૃતિ દર્શાવતી એડ કરતા દર્શાવવામાં આવ્‍યા છે.

(2:30 PM IST)