બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ્સ તોડવા આવી રહી છે બોલિવૂડની ફિલ્મો!
૨૦૨૪નું વર્ષ બોલિવૂડ ફિલ્મ જગત માટે ખૂબ જ ફળ્યું છેઃ આ વર્ષે અનેક મોટી ફિલ્મો રિલીઝ થઈ છે જેણે દર્શકોને મોટી સંખ્યામાં થિયેટરોમાં આકર્ષ્યા છે

મુંબઇ,તા. ૧૮: ૨૦૨૪નું વર્ષ બોલિવૂડ ફિલ્મ જગત માટે ખૂબ જ ફળ્યું છે. આ વર્ષે અનેક મોટી ફિલ્મો રિલીઝ થઈ છે જેણે દર્શકોને મોટી સંખ્યામાં થિયેટરોમાં આકર્ષ્યા છે. આ વર્ષના અંત સુધી હજી કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થવાની છે જે દર્શકોને થિયેટરના જબરદસ્ત અનુભવ સાથે બોક્સ ઓફિસ પર પણ જોરદાર કલેક્શન કરવામાં સફળ રહી શકે છે. આપણે હવે વર્ષના અંતિમ તબક્કામાં હોવાથી, ચાલો જાણીએ કેટલીક એવી ફિલ્મો વિશે જે આ દિવાળી અને વર્ષના અંતને વધુ યાદગાર બનાવશે.
‘ભૂલ ભુલૈયા ૩' આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે, જે અત્યારે ટ્રેન્ડમાં છે. પ્રેક્ષકોની મનપસંદ ફ્રેન્ચાઇઝી, ભૂલ ભુલૈયાના વારસાને ચાલુ રાખીને, આ ફિલ્મ ભરપૂર મનોરંજન પૂરું પાડશે એવું લાગી રહ્યું છે. ટ્રેલરને મળેલા જોરદાર રિસ્પોન્સે કારણે લોકો વચ્ચે આ ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી દીધી છે. આ ફિલ્મ આ દિવાળીએ પહેલી નવેમ્બર, ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની છે.
‘સિંઘમ અગેઇન' આ દિવાળીએ રિલીઝ સાથે એક્શનને ફરીથી સ્ક્રીન પર લાવવા માટે તૈયાર છે. ડિરેક્ટર રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની આ પાંચમી ફિલ્મ છે અને સિંઘમ રિટર્ન્સની સિક્વલ ફિલ્મ છે. ટ્રેલરને મળેલા જબરજસ્ત પ્રતિસાદએ દર્શકોનો ઉત્સાહ દર્શાવ્યો છે. અદભૂત એક્શન અને સ્ટાર-સ્ટડેડ કાસ્ટથી ભરપૂર, જયારે તે દિવાળી પહેલી નવેમ્બર, ૨૦૨૪ ના રોજ રિલીઝ થશે ત્યારે આ ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનના અનેક નવા રેકોર્ડ બનાવશે તેવી અપેક્ષા છે.
કંગુવા એ લોકો દ્વારા સૌથી વધુ રાહ જોવાતી રિલીઝ પૈકીની એક ફિલ્મ છે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની મોટી બ્લોકબસ્ટર્સ ડિલિવર કરવાની અને સમગ્ર ભારતના બજાર પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે. ટ્રેલરમાં રોમાંચક દુનિયાની ઝલક આપવામાં આવી છે જે ફિલ્મ રજૂ કરવા જઈ રહી છે અને એક અનોખા સિનેમેટિક અનુભવની ખાતરી આપે છે. આ ફિલ્મ ૧૪ નવેમ્બર, ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની છે.
‘પુષ્પાઃ ધ રાઈઝ'ની શાનદાર સફળતા બાદ ફિલ્મની સિક્વલ ‘પુષ્પા ૨: ધ રૂલ'ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ટીઝરમાં ફિલ્મની દુનિયાની ઝલક આપવામાં આવી છે, ત્યારે ફિલ્મમાં પુષ્પા રાજનો ગુસ્સો ફરીથી લોકોને એક્સાઈટ કરવા માટે તૈયાર છે. છઠ્ઠી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડશે જ એવું દર્શકોનું પણ માવનું છે.
બેબી એ આગામી હિન્દી-ભાષાની એક્શન થ્રિલર છે જેનું નિર્દેશન કાલીજ દ્વારા કરવામાં આવ્યું છે અને અટલી, મુરાદ ખેતાની અને જયોતિ દેશપાંડે દ્વારા ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ એટલીની ૨૦૧૬ની તમિલ ફિલ્મની રિમેક છે અને જેમાં કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી અને જેકી શ્રોફ સાથે વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે.
