News of Saturday, 19th October 2024
૬૦ ગાર્ડ્સના પહેરા વચ્ચે સલમાને બિગ બોસનું શૂટિંગ શરૂ કર્યું

જિગરજાન મિત્ર બાબા સિદ્દીકીની હત્યાના એક અઠવાડિયા પછી અને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી ધમકીઓ મળી હોવા છતાં સલમાન ખાને રિયલિટી શો ‘બિગ બૉસ'નું શૂટિંગ શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેટ પર જબરદસ્ત સિકયૉરિટી રાખવામાં આવી છે. ૬૦ જેટલા ગાર્ડ્સ તહેનાત કરવામાં આવ્યા છે એટલું જ નહીં, સેટ પર સ્ટાફને પણ આધાર કાર્ડ અને પૂરતી ચકાસણી કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. વળી જ્યાં સુધી શૂટિંગ ન પૂરું થાય ત્યાં સુધી કોઈને પણ બહાર છોડવામાં આવતો નથી.
(9:51 AM IST)
