<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 19th October 2024

રેમો ડિસોઝા સામે નોંધાયો ૧૧.૯૬ કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો

મુંબઇ, તા.૧૯: વિખ્‍યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા, તેની પત્‍ની અને કંપની સહિત કુલ આઠ જણ સામે બૉમ્‍બે હાઈ કોર્ટે આદેશ આપતાં મીરા રોડ પોલીસ-સ્‍ટેશનમાં ૧૧,૯૬,૧૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્‍ચ-૩ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર શાહુરાજ રણાવરે કરી રહ્યા છે.

વી અનબીટેબલ ડાન્‍સ ગ્રુપે તેમની સાથે રેમોએ ૧૧.૯૬ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મીરા રોડ પોલીસ-સ્‍ટેશનમાં કરી હતી. જોકે એ સંદર્ભે કોઈ પગલાં ન લેવાતાં આખરે તેમણે બૉમ્‍બે હાઈ કોર્ટમાં આ વિશે ફરિયાદ કરી હતી. એથી કોર્ટે પોલીસને તપાસ કરી ચાર અઠવાડિયાંમાં અહેવાલ આપવા જણાવ્‍યું હતું. એ અહેવાલ કોર્ટમાં અપાયા બાદ હવે મીરા રોડ પોલીસ-સ્‍ટેશનમાં એ સંદર્ભે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

(9:51 AM IST)