<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 20th October 2024

'ગંદી બાત 'વેબ સિરીઝમાં સગીરાના અશ્લીલ દ્રશ્યો: નિર્માતા એકતા કપૂર અને શોભા કપૂર મુશ્કેલી ફસાયા

એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ફરિયાદ:ઓલ્ટ બાલાજી પર રિલીઝ થયેલી વેબ સિરીઝ 'ગંદી બાત ''માં સગીર છોકરીઓના અશ્લીલ દ્રશ્યો બતાવવાનો આરોપ

ઈન્દોર. નિર્માતા એકતા કપૂર અને તેની શોભા કપૂરની મુશ્કેલીઓ વધી રહી છે. સગીર છોકરીઓના અશ્લીલ દ્રશ્યો બતાવવા બદલ તેની સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.આ દ્રશ્યો એકતા કપૂરના ઓટીટી પ્લેટફોર્મ 'અલ્ટ બાલાજી' પર રિલીઝ થયેલી 'ગંદી બાત' નામની વેબસિરીઝમાં ફિલ્માવવામાં આવ્યા હતા

   લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ગંદી બાતની સીઝન 6 2021માં અલ્ટ બાલાજી પર રિલીઝ કરવામાં આવી હતી. તેના એક એપિસોડમાં સગીર છોકરીઓના કેટલાક અશ્લીલ દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા.આ વિવાદાસ્પદ એપિસોડને એપમાંથી હટાવી દેવામાં આવ્યો છે

   ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગંદી બાત સિઝન 6માં સિગારેટની જાહેરાતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં સંતો અને મહાપુરુષોની છબીને કલંકિત કરવામાં આવી છે. આ તેમનું અપમાન છે, જેનાથી અમારી શ્રદ્ધાને ઠેસ પહોંચી છે. આ સિઝનના એક એપિસોડમાં POCSO નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

    ફરિયાદી અનુસાર, પોક્સો એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. આ સાથે જ કન્ટેન્ટને જોતા, સીરિઝ દ્વારા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000, વુમન પ્રોહિબિશન એક્ટ 1986 અને સિગારેટ-અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003 જેવા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે 

   બાલાજી ટેલિફિલ્મ્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. આ કંપનીનું સંચાલન એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર કરે છે. એકતા કપૂર કંપની સાથે જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટિવ હેડ તરીકે સંકળાયેલી છે. શોભા કપૂર તેની મેનેજિંગ ડિરેક્ટર છે. ફરિયાદ દાખલ થયા બાદ એકતા કપૂર કે શોભા કપૂરે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

 

(10:21 PM IST)