સિંઘમ અગેઇનનું પહેલું ગીત જય હનુમાન યુટ્યુબ પર કરી રહ્યું છે ટ્રેન્ડ

મુંબઇ: રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ આ દિવાળી પર 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શનિવારે (19 ઓક્ટોબર), ફિલ્મના નિર્માતાઓએ રામાયણની થીમ પર આધારિત તેનું પહેલું ગીત ‘જય બજરંગબલી’ રિલીઝ કર્યું. આ ગીતમાં ‘હનુમાનજી’ની ગદા અને ‘રામજી’નું ધનુષ્ય અવાજ કરી રહ્યું છે. રણવીર સિંહે ‘હનુમાન’નું પાત્ર અને અજય દેવગણ ‘રામ’નું પાત્ર સંભાળી રહ્યો છે. બંને વચ્ચે ભગવાન અને ભક્તની કેમિસ્ટ્રી દેખાય છે.ગીતને 9 કલાકમાં 1,42,44,490 વ્યૂઝ મળ્યા છે. તેના ગીતો પ્રખ્યાત ગીતકાર સ્વાનંદ કિરકિરે દ્વારા લખવામાં આવ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર 6 ઓક્ટોબરે રિલીઝ થયું હતું. ફિલ્મમાં વિશાળ સ્ટાર કાસ્ટ છે. આમાં ચાહકોને અજય અને રણવીરની સાથે કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારોનો જાદુ જોવા મળશે. ફિલ્મમાં એક્શનનો જોરદાર ડોઝ જોવા મળશે. રોહિતની ‘સિંઘમ’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા બંને ફિલ્મો ‘સિંઘમ’ (2011) અને ‘સિંઘમ રિટર્ન્સ’ (2014) બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને તેમાં પણ અજયે મુખ્ય ભૂમિકા ભજવી હતી. બોક્સ ઓફિસ પર ‘સિંઘમ અગેન’ કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતની ‘ભૂલ ભુલૈયા 3’ ફિલ્મ સાથે ટક્કર આપશે.
