‘જીગરા' બોકસ ઓફિસ પર પછડાટ ખાઇ જતાં આલિયા ભટ્ટની બ્રાન્ડ વેલ્યુને ફટકો
નિરાશ થઇ ડિરેકટરે પોતાનું એકસ એકાઉન્ટ પણ બંધ કર્યું

મુંબઇ તા. ર૩: પાંચ વર્ષથી એક બ્લોક બસ્ટર ફિલ્મની રાહ જોઇ રહેલ આલિયા ભટ્ટ માટે તેની નવી ફિલ્મ ‘‘જિગરા'' મોટો ઝટકો સાબિત થઇ છે. બ્રાંડ બજારમાં પોતાની સ્થિતી સુધારવા માટે હવે તેની પાસે લાંબા સમય સુધી કોઇ બીજી ફિલ્મ પણ નથી. હાલમાં તેની પાસે માત્ર એક ફિલ્મ ‘‘આલ્ફા'' જ નિર્માણાધીન છે અને તે આવતા વર્ષના અંતમાં રીલીઝ થવાની છે. તેની ત્રણ ચાર ફિલ્મો ઘણાં સમયથી ચર્ચામાં છે પણ તેમાંથી કોઇનું પણ શુટીંગ હજુ ચાલુ નથી થયું.
આલિયા ભટ્ટે ‘‘જીગરા'' પર જે આશાઓ રાખી હતી તે પુરી નથી થઇ. તેના ડાયરેકટર વાસણવાલાએ ફિલ્મ ફલોપ જવાની જવાબદારી પોતે લીધી છે. તેમનું કહેવું છે કે કોઇ ફિલ્મને ઇચ્છિત બોકસ ઓફિસ આંકડાઓ સુધી લઇ જવાની જવાબદારી ડાયરેકટરની હોય છે. તેમણે પોતાનું એકસ એકાઉન્ટ પણ બંધ કરી દીધું છે. આલિયા ભટ્ટની જાહરે થયેલી ફિલ્મોમાં ‘લવ એન્ડ વોર'નું શુટીંગ અનિヘતિ સમય માટે સ્થગિત થઇ ગયું છે. ઇન્શાલ્લાહ અને બ્રહ્માસ્ત્ર-ર નું કામ પણ બંધ છે.
વર્ષ ર૦૧૯ સુધી આલિયા ભટ્ટની કારકિર્દીની સફર શાનદાર રહી હતી. ઉડતા પંજાબ, ડિયર જિંદગી, બદીરનાથ કી દુલ્હનીયા, રાજી, ગલીબોય જેવી પાંચ હિટ તેણે એક પછી એક આપી હતી. પણ બાદમાં આવેલી કલંક ફિલ્મે તેની સફળતાની ગતિને બ્રેક લગાવી દીધી હતી. એ પણ બ્રહ્માસ્ત્ર અને રોકી ઔર રાજા કી પ્રેમ કહાની આવી હતી. પરંતુ તેના બોકસ ઓફિસ કલેકશન ઉપર પણ સવાલો ઉઠયા હતા.
