કપિલ શર્મા સાથે કાજોલે મૌન તોડયું : સિંઘમ માટે મેં જ અજય દેવગણને તાલીમ આપી'તી
અજયસર માટે હજુ પણ પોલીસ સ્ટેશનમાં એક ખુરશી ખાલી રાખવામાં આવે છેઃ કપિલ શર્માની રમુજ

મુંબઇ, તા., ર૮: આ વખતે સ્ટાર સ્ટેન્ડ અપ ડોમેડીયન કપિલ શર્માએ અજય દેવગન તરફ નિશાન તાકયું છે. તેમણે એવી રમુજ કરી હતી કે અજયે એટલી બધી વાર પોલીસ અધિકારીની ભુમીકા ભજવી છે કે જુહુ સ્ટેશનમાં તેમને માટે એક ખુરશી ખાલી રાખવામાં આવે છે.
ધ ગ્રેટ ઇન્ડીયન કપીલ શોના તાજા એપિસોડમાં અભિનેત્રીઓ કાજોલ અને ક્રિતી સેનન પોતાની ફિલ્મ ‘દો પત્ની'ના પ્રમોશન માટે પહોંચી હતી. પોતાની ત્રણ દાયકાની કારકીર્દી દરમ્યાન આ ફિલ્મમાં કાજોલ પહેલી વાર પોલીસ અધિકારીના રોલમા જોવા મળશે. કપિલે કહયું કે ૧૯૯રમાં ફિલ્મ બેખુદીથી બોલીવુડમાં પદાર્પણ કરનાર કાજોલ આ ફિલ્મમાં પહેલી વાર પોલીસ અધિકારીની ભુમીકા કરી રહી છે. જયારે અજયે અનેકવાર આ ભુમીકા નિભાવેલી છે.
અભિનેત્રી ક્રિર્તી સેનને ફિલ્મ ‘દો પત્ની' દ્વારા પહેલીવાર નિર્માતા તરીકે શરૂઆત કરી છે.
તેણે કહયું હું પણ અચંબીત હતી. હું વિચારતી હતી કે એવું કઇ રીતે બને તે કાજોલ પહેલી વાર જ પોલીસની ભુમીકા કરી રહી હોય ખાસ કરીને જયારે તેમના ઘરમાં જ સિંઘમ હોય. કપિલે કહયું કાજોલ માટે ભલે આ ભુમીકા પહેલીવાર હોય પણ અજય સરે આ ભુમીકા એટલીબધી વખત નિભાવી છે કે જુહુ પોલીસ સ્ટેશનમાં તેમના માટે એક ખુરશી ખાલી રાખવામાં આવે છે. તેઓ કોઇ પણ સમયે એ ખુરશી પર બેસી શકે છે. શું તમે અજય સરને અતા માઝી સટકલી જેવા કોઇ ડાયલોગ વિષે કંઇ પુછયુ નથી?
આ સવાલ પર પોતાનું મૌન તોડતા કાજોલે કહયું મેં એમની પાસેથી આ રોલ બાબત કોઇ સલાહ લીધી નથી. કારણે સિંઘમ માટે મેં જ એમને ટ્રેનીંગ આપી હતી. તમે કેમ ભુલી જાઓ છો કે એમને મરાઠી ભાષા મેં જ શિખવી છે.
ફિલ્મ દો પત્નીમાં શહીર શેખ પણ પોલીસ અધિકારીની ભુમીકામાં નજરે પડશે. શશાંક ચર્તુવેદી દ્વારા દિગ્દર્શીત દો પત્તી રપ ઓકટોબરથી નેટકલીકસ પર રજુ થઇ રહી છે.
