<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 29th October 2024

એવોર્ડ ફંક્શનમાં શોભિતા સાથે નાગા ચૈતન્ય પહોંચ્યા: સ્ટેજ પર બિગ બીના પગે લાગ્યા

મુંબઇ: સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય, જેમણે ટૂંક સમયમાં જ શોભિતા ધુલીપાલા સાથે લગ્ન કર્યા, તેણે પોતાના મૂલ્યોનું ઉદાહરણ બેસાડ્યું.  એક એવોર્ડ ફંક્શનમાં પહોંચેલા અભિનેતાએ અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. નાગા ચૈતન્ય હાલમાં જ સ્ટ્રીમિંગ સીરિઝ ‘ધૂતા’માં જોવા મળ્યો હતો.  અક્કીનેની નાગેશ્વર રાવ (ANR) નેશનલ એવોર્ડ 2024નું હૈદરાબાદમાં આયોજન કરવામાં આવ્યું છે.  આ કાર્યક્રમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નાગા ચૈતન્ય અમિતાભ બચ્ચનના પગને સ્પર્શ કરતા જોવા મળે છે. નાગા ચૈતન્યએ તેની ભાવિ પત્ની શોભિતા ધૂલીપાલા સાથે ઇવેન્ટમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી.  બંને તેમના ફોર્મલ આઉટફિટમાં ખૂબ જ આકર્ષક લાગી રહ્યા હતા.  કાર્યક્રમમાં પહોંચેલા નાગા ચૈતન્યએ બ્લુ જેકેટ અને શોભિતાએ ગ્રીન ડ્રેસ પહેર્યો હતો.

(6:32 PM IST)