<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 1st November 2024

બોલીવૂડના સિતારાઓએ ધામધૂમથી ઉજવ્યો દિવાળીનો તહેવાર:ફેન્સને શુભકામના પાઠવી

પરિણીતી, સુનિલ શેટ્ટી,સોનાક્ષી સિંહા,માધુરી દીક્ષિતથી લઈને કરીનકપુર સુધીના સ્ટાર્સે સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી

મુંબઈ :દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. બોલીવુડનાં સિતારાઓ પણ આ તહેવારને દિલથી સેલિબ્રેટ કરતા હોય છે. બી ટાઉન સ્ટાર્સે દિવાળીને મસ્ત રીતે સેલિબ્રેટ કરી છે. આ સાથે તસવીરો પણ શેર કરી છે. પરિણીતી ચોપરાથી લઇને અનેક દિગ્ગજ સ્ટાર્સનું નામ આ લિસ્ટમાં શામેલ છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે પરિણીતી ચોપરા ફૂલ ટૂ જોયમાં દિવાળીનો તહેવાર સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસે હાથમાં દીવો પ્રગટાવીને ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરીને ફેન્સને શુભકામના પાઠવી છે.

   નેહા સિંહે દિવાળી પર એનાં ફેન્સને કંઈક અલગ જ અંદાજમાં શુભકામના પાઠવી છે. નેહા સિંહની આ તસવીર તમે જોતા જ રહી જશો. નેહા સિંહની સ્માઇલ પર ફેન્સ ફિદા થઈ ગયા છે. આઉટફિટની સાથે એક્ટ્રેસે વાળ ખુલ્લા રાખ્યા છે અને સાથે મસ્ત લોન્ગ ઇયરિંગ્સ પહેરી છે. આ બંને વસ્તુ એક્ટ્રેસનાં લુકમાં ચાર ચાંદ લગાવે છે.

   આ લિસ્ટમાં સુનિલ શેટ્ટીનું નામ પણ શામેલ છે. સુનિલ શેટ્ટીએ ફેમિલીની સાથે દિવાળી સેલિબ્રેટ કરી છે. સુનિલ શેટ્ટીની સાથે પત્ની અલાવા અને દીકરી તેમજ જમાઈ પણ જોવા મળી રહ્યાં છે. આ બધા ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. સેલેબ્સની આ તસવીરો મિનિટોમાં છવાઈ ગઈ છે.

લગ્ન પછી સોનાક્ષી સિંહાની પહેલી દિવાળી છે. આ ખાસ તહેવાર પર એક્ટ્રેસે પતિ ઝહીર ઇકબાલની સાથે તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે સોનાક્ષી અને ઝહીર બંને ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે.

  માધુરી દીક્ષિતે એનાં ફેન્સને દિવાળીની શુભકામના પાઠવી છે. એક્ટ્રેસ 1 નવેમ્બરનાં રોજ ફિલ્મ ''ભૂલ ભુલૈયા 3''માં જોવા મળશે. ''ભૂલ ભુલૈયા'' મુવીએ એડવાન્સ બુકિંગમાં છપ્પરફાડ કમાણી કરી હતી.

  પ્રિયા પ્રકાશ વારિયરે એનાં ફેન્સને હટકે સ્ટાઇલમાં દિવાળીની શુભકામના પાઠવી છે. એક્ટ્રેસની ગ્લેમરસ તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

નુસરત જહાંએ પતિ યશદાસ ગુપ્તાની સાથે તસવીર શેર કરી છે. એક્ટ્રેસે મસ્ત અંદાજમાં ફેન્સને દિવાળીની શુભકામના પાઠવી છે

કરીના કપૂરે દિવાળીનાં દિવસે તસવીર શેર કરીને ફેન્સને શુભકામના પાઠવી છે. કરીના કપૂરનો આગવો અંદાજ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.


 

(5:46 PM IST)