<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 6th November 2024

આખરે રણબીર કપૂર સ્ટારર મચ અવેટેડ ફિલ્મ રામાયણનું પ્રથમ પોસ્ટર સાથે રિલીઝ ડેટ જાહેર

લાભ પાંચમના શુભ અવસરે રણબીર કપૂર સ્ટારર મચ અવેટેડ ફિલ્મ રામાયણને લઈને મોટું અપડેટ: આ ફિલ્મ બે પાર્ટમાં રિલીઝ થશે.

મુંબઈ :લાભ પાંચમના શુભ અવસરે રણબીર કપૂર સ્ટારર મચ  અવેટેડ ફિલ્મ રામાયણને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મની લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજે ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારીએ પ્રથમ પોસ્ટર રિલીઝ કરીને રિલીઝ ડેટની જાણકારી શેર કરી છે. આ ફિલ્મ બે પાર્ટમાં રિલીઝ થશે.

 

હાલમાં રણબીર કપૂર આ ફિલ્મની શૂટિંગ કરી રહ્યો છે. અનેક વખત તેની તસવીરો સેટ પરથી વાયરલ પણ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં તે ભગવાન શ્રી રામના રોલમાં જોવા મળવાનો છે. હવે મેકર્સ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ જણાવી છે. ફિલ્મનો પ્રથમ પાર્ટ દિવાળી 2026 જ્યારે બીજો પાર્ટ દિવાળી 2027ના અવસરે રિલીઝ થશે.

નિતેશ તિવારી નિર્દેશિત ફિલ્મ રામાયણમાં રણબીર કપૂરની સાથે સાઈ પલ્લવી , કેજીએફ સ્ટાર યશ, લારા દત્તા, સની દેઓલ અને શીબા ચઢ્ઢા પણ મહત્ત્વના રોલમાં જોવા મળવાની છે.

(1:27 PM IST)