પુષ્પા ૨'નું નવું પોસ્ટર રિલીઝ, અલ્લુ અર્જુન-ફહદ ફાસિલનો ખતરનાક અંદાજ
સાઉથ ઈન્ડસ્ટ્રીની મચ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા ૨'ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે

મુંબઇ, તા.૬: સાઉથ ઈન્ડસ્ટ્રીની મચ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા ૨'ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા'નો પહેલો ભાગ વર્ષ ૨૦૨૧માં રીલિઝ થયો હતો અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ત્યારથી તેના બીજા ભાગની માંગ હતી. હવે આખરે ફિલ્મ ‘પુષ્પા ૨' રિલીઝ થવાની છે. ૬ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મનું નવું પોસ્ટર સામે આવ્યું છે. તેમાં અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ જોવા મળે છે અને તેમની સ્ટાઈલ લોકોને રોમાંચિત કરી રહી છે.
આ પોસ્ટ સામે આવ્યા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે. એક યુઝરે કોમેન્ટ કરતાં કહ્યું, ‘આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.' જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘અલ્લુ અર્જુન ફરીથી સ્ક્રીન પર ધમાકો કરવા જઈ રહ્યો છે.' જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘પુષ્પા આગ છે, આગ.' તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા' વર્ષ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી, ચાહકો આ ફિલ્મની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે ફેન્સ ફિલ્મની રીલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
પુષ્પા (૨૦૨૧) એ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પુષ્પા ૨ ના બોક્સ ઓફિસ આંકડા, જે તેની રિલીઝ પહેલા આવી રહ્યા છે, તે દર્શાવે છે કે ફિલ્મ સુનામી લાવવા જઈ રહી છે. ફિલ્મે રિલીઝ પહેલા આંધ્ર -દેશ અને તેલંગાણામાં પ્રી-બિઝનેસમાં રૂ. ૨૨૦ કરોડની કમાણી કરી લીધી છે. તેણે ઉત્તર ભારતમાં ૨૦૦ કરોડ રૂપિયા, કર્ણાટકમાં ૩૦ કરોડ રૂપિયા, કેરળમાં ૨૦ કરોડ રૂપિયા, તમિલનાડુમાં ૫૦ કરોડ રૂપિયા અને આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
