સની લીઓની ૧૩ વર્ષે ફરી પરણી, એ જ પતિ સાથે
૩૧ ઓક્ટોબરે સંપન્ન થયેલા આ પુનઃર્વિવાહમાં તેમનાં ત્રણેય બાળકો નિશા, નોઆ અને એશર પણ ઉપસ્થિત હતાં

મુંબઇ, તા.૬: પૉર્નસ્ટારમાંથી ઍક્ટ્રેસ બનેલી સની લીઓનીએ બીજી વાર લગ્ન કર્યાં છે, પોતાના જ પતિ ડૅનિયલ વેબર સાથે. કૅનેડામાં સિખ પરિવારમાં જન્મેલી સનીનું સાચું નામ કરણજિત કૌર વોહરા છે. સનીએ અમેરિકન પૉર્નોગ્રાફિક ફિલ્મોમાં ખૂબ કામ કર્યું હતું અને ખૂબ નામના મેળવી હતી. ૨૦૧૧ની ૯ એપ્રિલે સનીએ સાથી પૉર્નસ્ટાર ડૅનિયલ વેબર સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન સિખ રીતરિવાજ પ્રમાણે, પરંપરાગત આનંદ કારજ વિધિ મુજબ થયાં હતાં. હવે ૧૩ વર્ષ પછી સની અને ડૅનિયલે મૉલદીવ્ઝમાં ફરીથી લગ્નનાં વચનોની આપલે કરી છે. ૩૧ ઑક્ટોબરે સંપન્ન થયેલા આ પુનર્વિવાહમાં તેમનાં ત્રણેય બાળકો નિશા, નોઆ અને ઍશર પણ ઉપસ્થિત હતાં.
સનીએ આ લગ્ન વિશે સોશ્યલ મીડિયા પર લખ્યું - પહેલી વાર આપણે ગૉડ, ફૅમિલી અને ફ્રેન્ડસની સામે પરણ્યાં... આ વખતે પરણ્યાં ત્યારે આપણે પાંચ જ હતાં તથા આપણી પાસે વધુ પ્રેમ અને સમય હતો
