<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 6th November 2024

‘સિંઘમ અગેન' બની અજય દેવગનની કેરિયરની સૌથી મોટી હીટ ૧૦ ફીલ્‍મોને પછાડી નીકળી આગળ

‘સિંઘમ અગેન' માત્ર પ દિ'માં ૧૫૦ કરોડથી વધુની કમાણી

મુંબઇ, તા.૬: સિંઘમ અગેનઁ અજય દેવગનના કરિયરની સૌથી મોટી ફિલ્‍મ સાબિત થવા જઈ રહી છે. ખરેખર, અત્‍યાર સુધી ‘તાનાજી- ધ અનસંગ વોરિયર' અજયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મ છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્‍મે ૧૦ અઠવાડિયામાં ૨૭૯.૫૫ કરોડ રૂપિયાનું કલેક્‍શન કર્યું હતું. જ્‍યારે રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ‘સિંઘમ અગેઇન'એ માત્ર પાંચ દિવસમાં ૧૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.

‘ગમ અગેન'ની કમાણી કેટલી છે?

સિંઘમ અગેઇનએ ઓપનિંગ ડે પર ૪૩.૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે ૪૨.૫ કરોડનું કલેક્‍શન થયું. ત્રીજા દિવસે ૩૫.૭૫ કરોડની કમાણી કરી છે. ચોથા દિવસે ૧૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. પાંચમા દિવસે ૧૩.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. સેક્રિલ્‍કના રિપોર્ટ અનુસાર, ફિલ્‍મે પાંચ દિવસમાં કુલ ૧૫૩.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ટોચની ૧૦ ફિલ્‍મોનું પ્રથમ સપ્તાહનું કલેક્‍શનઃ

અજય દેવગનની કારકિર્દીની આ ટોચની ૧૦ ફિલ્‍મો છે. અહીં ફિલ્‍મોના નામની સાથે તેમના પ્રથમ સપ્તાહના કલેક્‍શનના આંકડા પણ લખવામાં આવ્‍યા છે. રસપ્રદ વાત એ છે કે ‘સિંઘમ અગેઇન'એ માત્ર પાંચ દિવસમાં આ ૧૦ ફિલ્‍મોને માત આપી દીધી છે.

સિંઘમ અગેન- રૂ.૧૫૩.૨૫ કરોડ

ગોલમાલ અગેન - રૂ.૧૩૬.૦૭ કરોડ

તાનાજી - અનસંગ વોરિયરઃ રૂ.૧૧૮.૯૧ કરોડ

ટોટલ ધમાલ- ૯૪.૫૫ કરોડ

 સિંઘમ રીટર્ન-૧૧૨.૫૯

દ્રશ્‍યમ-ટુ - ૧૦૪.૬૬ કરોડ

શિવાય- ૭૦.૪૧ કરોડ

શૈતાન- ૮૧.૬૦ કરોડ

 ગંગુબાઇ કાઠિયાવાડી - રૂ.૬૮.૯૩ કરોડ (નોંધઃ આ આંકડા બોલિવૂડ હંગામા અને સકનિલ્‍કની વેબસાઇટ પરથી લેવામાં આવ્‍યા છે.)

(3:52 PM IST)