<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 6th November 2024

એક્‍ટ્રેસ દિવ્‍યા શ્રીધરે બાબા ક્રિશ વેણુગોપાલ સાથે કર્યા લગ્ન

 

કોચી, તા.૬: મલયાલી ટેલીવિઝન એક્‍ટ્રેસ દિવ્‍યા શ્રીધરે પોતાનાથી ૧૧ વર્ષ મોટા બાબા ક્રિસ વેણુગોપાલ સાથે લગ્ન કરી લીધા છે. એક્‍ટ્રેસને ૩૮ વર્ષની વયે બીજી વાર પ્રેમ થયો. જેના પછી એક્‍ટ્રેસ દિવ્‍યાએ ૩૦ ઑક્‍ટોબરના રોજ બાબા ક્રિશ વેણુગોપાલ સાથે લગ્નબંધનમાં બંધાઈ. લગ્નનાં ફોટોઝ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

મલયાલી ટેલીવિઝન એક્‍ટ્રેસ દિવ્‍યા શ્રીધરે પોતાનાથી ૧૧ વર્ષ મોટા બાબા ક્રિશ વેણુગોપાલ સાથે લગ્ન કર્યા છે. બન્નેની લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દિવ્‍યાએ લગ્ન દરમિયાન ગુલાબી કલરની સાડી પહેરી છે.અન્‍ય ફોટોમાં ક્રિશ વેણુગોપાલ દિવ્‍યાને કિસ કરતા જોવા મળે છે. સાથે જ એક્‍ટ્રેસ પણ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.કપલની આ તસવીરો થકી બન્નેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે.વેણુગોપાલ પણ એક એક્‍ટર છે. તેમણે સીરિયલ ‘પથારામત્તુ'માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્‍યા હતા. તો એક્‍ટિંગ કરિઅર શરૂ કરતાં પહેલા ક્રિસ રેડિયો જૉકી પણ રહી ચૂકયા છે.

દિવ્‍યા પણ ઈન્‍સ્‍ટાગ્રામ પર ખૂબ જ ફેમસ છે. ઈન્‍સ્‍ટા પર દિવ્‍યાના ૭૫.૮ હજાર ફૉલૉઅર્સ છે. દિવ્‍યા અને ક્રિશની મુલાકાત એક ટીવી સીરિયલ દરમિયાન થઈ હતી. ત્‍યાર બાદ બન્નેની મિત્રતા પ્રેમમાં પરિણમી અને બન્ને હંમેશને માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

(4:48 PM IST)