News of Saturday, 9th November 2024
જોઈ લો જળસુંદરી કિઆરા અડવાણીને

મુંબઇ, તા.૧૯: કિઆરા અડવાણીએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર તેલુગુ સુપરસ્ટાર રામ ચરણ સાથેની પોતાની ફિલ્મ ‘ગેમ ચેન્જર'ની તસવીરો મૂકીને ધૂમ મચાવી દીધી હતી. મત્સ્યકન્યા જેવી લાગતી કિઆરા એક તસવીરમાં પાણીમાં એક ખુરસી પર બેઠી છે અને બીજા ફોટોમાં તે પાણીમાં ઊભી છે. આવતા વર્ષે ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મનું ટીઝર આજે લૉન્ચ થવાનું છે એની જાહેરાત કિઆરાએ ગઈ કાલે કરી હતી. આ ફિલ્મ તેલુગુ ઉપરાંત તામિલ અને હિન્દીમાં પણ જોવા મળશે.
(10:14 AM IST)
