<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 9th November 2024

કિયારા અડવાણીએ ‘બ્લુ હોટ લુક’માં ઇન્ટરનેટ પર વાયરલ

મુંબઇ: હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી કિયારા અડવાણીના ચાહકોને તેનો બ્લુ હોટ લુક સ્ટાઈલ ખૂબ પસંદ આવ્યો છે. કિયારાએ તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું ટીઝર જાહેર કર્યું છે.  તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે.  તેણે પોસ્ટમાં બે ફોટા શેર કર્યા છે.  ફોટામાં, અભિનેત્રી વાદળી ડ્રેસમાં મરમેઇડ જેવી દેખાઈ રહી છે. કિયારાના ચાહકોએ આ ફોટો પર પ્રતિક્રિયા આપી છે.  એક યુઝરે લખ્યું, “તમે કેટલા સુંદર છો”, બીજા યુઝરે લખ્યું, “ટીઝરની રાહ જોઈ રહ્યા છીએ.”  ત્રીજા યુઝરે લખ્યું કે, “હવે રાહ જોઈ શકતો નથી.”  ચોથા યુઝરે લખ્યું, “તમારી આગામી ફિલ્મ માટે અભિનંદન.” કિયારાએ કેપ્શનમાં લખ્યું, “ગેમ ચેન્જરનું ટીઝર આવતીકાલે આવી રહ્યું છે.”

 

(5:15 PM IST)