News of Saturday, 9th November 2024
મલાઈકા અરોરાએ ‘બેબી બોય’ અરહાનને જન્મદિવસ પાઠવી શુભેચ્છા

મુંબઇ: અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના પુત્ર અરહાન ખાનને તેના 22માં જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી.મલાઈકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના પુત્ર અરહાન ખાનને તેના જન્મદિવસની શુભેચ્છા આપતા કેટલાક ફોટા શેર કર્યા છે. અરહાનની બાળપણની તસવીરો સાથે, તેણે તેના પુત્ર માટે એક પોસ્ટ પણ લખી, “હેપ્પી બર્થડે માય બેબી બોય, મા તને સૌથી વધુ પ્રેમ કરે છે.” મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. પહેલા ફોટોમાં મલાઈકા અરહાનને ગળે લગાવી રહી છે અને બંને સાથે પોઝ આપી રહ્યાં છે. બીજામાં, માતા-પુત્રની જોડી પાર્કમાં લટાર મારતી જોવા મળે છે. ત્રીજું કેટલાક ફોટોગ્રાફ્સનું કોલાજ છે. જેમાં અરહાનના બાળપણની તસવીરો પણ સામેલ છે. એક તસવીરમાં તે પોતાના કૂતરા સાથે રમતા જોવા મળી રહ્યો છે.
(5:15 PM IST)
