<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 11th November 2024

એક્‍શન થ્રીલરથી ભરપુર ‘ગેમ ચેન્‍જર'નું ટીઝર થયું રિલીઝ

મુંબઇ તા. ૧૧: રામ ચરણ અને કિયારા અડવાણી અભિનીતી ફિલ્‍મ ‘ગેમ ચેન્‍જર'નું ટીઝર લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. આ માટેની ઈવેન્‍ટ લખનૌમાં યોજવામાં આવી હતી. ટીઝરમાં રામ ચરણ અને કિયારા અડવાણી વચ્‍ચે કમાલની કેમેસ્‍ટ્રીની સાથે સાથે એક્‍શન પણ જોરદાર જોવા મળી રહી છે. આ ફિલ્‍મનું દિગ્‍દર્શન એસ શંકરે કર્યું છે અને દિલ રાજુએ નિર્માણ કર્યું છે. રામ ચરણની ફિલ્‍મ ગેમ ચેન્‍જરની વાત કરીએ તો આ એક પોલિટિકલ થ્રિલર ફિલ્‍મ છે. ટીઝરમા જબરદસ્‍ત એક્‍શન જોવા મળશે. રામ ચરણ એક રાજકીય નેતા અને કોલેજના વિદ્યાર્થીની ભૂમિકામાં લવર બોય તરીકે જોવા મળે છે. આરઆરઆર બાદ તેનો સૌથી અલગ અને દમદાર અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્‍મમાં કિયારા અને રામ ચરણ ઉપરાંત અંજલિ, સમુથિરકાની, એસજે સૂર્યા, શ્રીકાંત, પ્રકાશ રાજ અને સુનીલ પણ જોવા મળશે. ગેમ ચેન્‍જર તમિલ, તેલુગુ અને હિન્‍દીમાં ૧૦ જાન્‍યુઆરી, ૨૦૨૫ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

 

(3:25 PM IST)