‘પુષ્પા-૨'નું ભવ્ય ટ્રેલર બિહારની રાજધાની પટનામાં લોન્ચ થશે
અલ્લુ અર્જુન મચાવશે ધમાલ : ફિલ્મ ૫ ડીસેમ્બર ૨૦૨૪ના રોજ રિલીઝ થશે

મુંબઈ, તા.૧૪: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને તેની ફિલ્મ પુષ્પાથી બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી હતી. આ ફિલ્મે ૩૫૦ કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મને દક્ષિણની સાથે ઉત્તર ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે પુષ્પા-૨ પણ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. ‘પુષ્પા ૨: ધ રૂલ' આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે અને દર્શકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે.
પુષ્પા ૨ ફિલ્મના જબરદસ્ત ટીઝરે ફરીથી લોકોના દિલ જીતી લીધા છે. ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી ‘પુષ્પા-૨'નું ભવ્ય ટ્રેલર બિહારની રાજધાની પટનામાં લોન્ચ થવા જઈ રહ્યું છે. અલ્લુ અર્જુને પોતે આ માહિતી આપી છે. પુષ્પા-૨નું ટ્રેલર ૧૭મી નવેમ્બરે પટનાના ગાંધી મેદાનમાં એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર આ મોટા સમાચારની સાથે અલ્લુ અર્જુને એક પોસ્ટર પણ શેર કર્યું છે જેમાં પુષ્પરાજને નવા લુકમાં બતાવવામાં આવ્યો છે, જેમાં તે બંદૂક પકડીને આત્મવિશ્વાસથી ચાલતો જોવા મળી રહ્યો છે. પોસ્ટર સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘પટનામાં ટ્રેલર લોન્ચ ખૂબ જ ખાસ છે અને તે કોઈ રેન્ડમ પસંદગી નથી. પુષ્પાઃ ધ રાઇઝ પટનામાં સિનેમાઘરો અને ટીવી બંનેમાં જોરદાર હિટ રહી હતી.
ખરેખર, ૨૦૨૨ માં એક ગાયકે શ્રીવલ્લી ગીતનું ભોજપુરી સંસ્કરણ બનાવ્યું અને તે ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થયું હતું. આ ઉપરાંત આલા વૈકુંઠપુરરામુલુ જેવી ફિલ્મોની લોક-યિતાને કારણે અલ્લુ અર્જુનના પટનામાં ઘણા ચાહકો છે. તેમના ચાહકો ઘણા સમયથી તેમને પટના આવવા વિનંતી કરી રહ્યા હતા. તેથી જ પટનામાં પુષ્પા ૨નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવશે.
તે ખૂબ જ સફળ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝની બહુપ્રતિક્ષિત સિક્વલ છે. એવું કહેવું ખોટું નહીં હોય કે આ સૌથી મોટી ફિલ્મ છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર દેશમાં તેનો ક્રેઝ સ્પષ્ટપણે જોઈ શકાય છે અને ટ્રેલરની જાહેરાતે તેને વધુ રોમાંચક બનાવી દીધું છે. અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાન્ના અને ફહદ ફાસીલ અભિનીત આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને ટી-સિરીઝ દ્વારા સંગીત સાથે મિથરી મૂવી મેકર્સ અને સુકુમાર રાઇટિંગ્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ ૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રિલીઝ થશે.
