સોની સબ ચેનલ પરના શો ‘વાગલે કી દુનિયા'માં નાણાકીય ફ્રોડ સામે જાગૃત કરતો એપિસોડ
પુષ્પા ઇમ્બોસીબલની કરૂણા પાંડે સાચ્ચે જ આવા ફ્રોડની ભોગ બની હતીઃ તેની જ કહાની લોકોને જાગૃત કરવા માટે લોકો સમક્ષ મુકવામાં આવી

મુંબઇ તા. ૧૪: સોની સબ ચેનલ પરની ‘વાગલે કી દુનિયા-નયી પીઢી નયે કિસ્સે' જીવનમાં સંબંધિત વાર્તાઓ લાવવાનું ચાલુ રાખે છે, અને તેના તાજેતરના એપિસોડમાં રાજેશ વાગલે (સુમિત રાઘવન)ના બોસ, કિયારા (અંજુ જાધવ) એક ભયાનક નાણાકીય કૌભાંડમાં ફસાઈ જાય છે. ઘટનાઓના તંગ સિક્વન્સમાં, સ્કેમર્સ તપાસ અધિકારીઓ બનીને કિયારાને કપટપૂર્ણ નાણાકીય વ્યવહારો કરવા માટે છેતરે છે. શંકા વધતા રાજેશ વધુ નુકસાન અટકાવવા આગળ આવે છે.
સામાન્ય માણસને અસર કરતી સમસ્યાઓને સંબોધવા માટે જાણીતી વાગલે કી દુનિયાની વાર્તા સોનીના શો પુષ્પા ઇમ્પોસિબલની કરૂણા પાંડે ઉર્ફે પુષ્પા દ્વારા પ્રેરિત છે, જેમણે પણ આવી જ છેતરપિંડીનો અનુભવ કર્યો હતો જ્યારે છેતરપિંડી કરનારાઓએ તપાસ અધિકારી બનીને, અનધિકળત વ્યવહારો વિશે તેમનો સંપર્ક કર્યો હતો. આ મનોરંજક વાર્તા દ્વારા, વાગલે કી દુનિયાનો ઉદ્દેશ્ય જાગરૂકતા વધારવાનો અને દર્શકોને નાણાકીય કૌભાંડો વિશે સજાગ રહેવાની ચેતવણી આપવાનો છે. પ્રેક્ષકો આ વાસ્તવિક જીવનથી પ્રેરિત વાર્તાને પડદા પર જોવા માટે આકર્ષિત થશે, કારણ કે રાજેશ કિયારાને બચાવવા માટે ઢોંગીઓનો સામનો કરે છે.
સુમિત રાઘવન, જે રાજેશ વાગલેની ભૂમિકા ભજવે છે, તેમણે કહ્યું કે વાગલેની દુનિયાનો એક ભાગ બનવામાં ગર્વનો અનુભવ થાય છે કારણ કે આ શો સતત વાસ્તવિક જીવનની સમસ્યાઓને આગળ લાવે છે. અમે આશા રાખીએ છીએ કે અમે માત્ર મનોરંજન જ નહીં પરંતુ અમારા પ્રેક્ષકોને જાગળત રહેવા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સમજદાર પગલાં લેવા વિશે શિક્ષિત કરીશું. આ વાર્તા દ્વારા, અમે નાણાકીય કૌભાંડો વિશે જાગળતિ લાવવાની અને દર્શકોને જાણકાર અને સાવચેત રહેવા પ્રોત્સાહિત કરવાની આશા રાખીએ છીએ.
કરૂણા પાંડે જેમનો વાસ્તવિક જીવનનો અનુભવ આ વાર્તા પાછળની પ્રેરણા છે, તેમણે કહ્યું કે વાગલે કી દુનિયા આવા સુસંગત અને સંબંધિત મુદ્દાઓને જેવી રીતે સંબોધિત કરે છે તેની હું ખરેખર પ્રશંસા કરૂ છું. વ્યક્તિગત રીતે આવા કૌભાંડનો અનુભવ કર્યા પછી, મને લાગ્યું કે મારી વાર્તા શેર કરવી જરૂરી છે. જો મારો અનુભવ અન્ય લોકોને આવી જાળમાં ફસાવવાનું ટાળવામાં મદદ કરી શકે છે, તો પછી તેને શો થકી લોકો સમક્ષ લાવવું તે યોગ્ય કરતાં વધુ છે. મને ખુશી છે કે શોએ આ વાસ્તવિકતાઓને અર્થપૂર્ણ રીતે પ્રકાશમાં લાવવાનું કામ અપનાવ્યું છે. વાગલે કી દુનિયા-નયી પીઢી નયે કિસ્સે શો સોમવારથી શનિવાર રાત્રે ૯ વાગ્યે સોની સબ પર પ્રસારીત થાય છે.
